Book Title: Agam 30 Mood 03 Uttaradhyayana Sutra Part 03 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
હવે આપ આપની વાતનો પ્રારંભ કરે. કનકમંજરીએ કહ્યું, સારૂ સાવધાન થઈને સાંભળ હું કહું છું. એ કથા આ પ્રકારની છે–
વસંતપુભાં વરૂણ નામનો એક શેડ રહેતું હતું. તેણે એક હાથ ઉંચા પંથ૨નું દેવમદિર બનાવ્યું. તેમાં તેણે ચાર હાથની દેવમૂર્તિ રાખી. એની આ વાતને સાંભળીને મદનિકા વચ્ચે જ બેલી ઉઠી. દેવી! એક હાથ પ્રમાણવાળા મંદિરમાં ચાર હાથની દેવમૂતિ કઈ રીતે સમાઇ શકે? આપ મારા આ સંશયનનું પહેલાં સમાધાન કરીને પછીથી વાર્તાને આગળ વધારો. મદનિકાની એ વાતને સાંભળીને કનકમંજરીએ કહ્યું. એક તે હું આ સમયે થાકેલી છું. બીજું મને નિદ્રા પણ સતાવી રહેલ છે. આથી બાકીની કથા હવે કાલે સમાપ્ત કરીશ. આજ અહીં સુધી રહેવા દે. મદનિકા મઠનમંજરીની વાત સાંભળીને સુવા માટે પોતાના સ્થાન ઉપર ચા લી ગઈ આ તરફ રાજાએ વિચાર કર્યો કે, મદનિકાની વાત તો ઠીક છે. કારણ કે, એક હાથના મંદિરમાં ચાર હાથની મૂર્તિ કઈ રીતે સમાઈ શકે ? આથી અત્યારે જ આનું રહસ્ય જાણી લેવું જોઈએ. પરંતુ હું જે તેને આ વાત પૂછીશ તો તે મને મૂર્ખ જ માનશે, આથી એ પૂછવું બરાબર નથી. આથી એ સ્વયં પિતે જ એને સ્પષ્ટ કરશે. જ્યાં સુધી વાર્તા અધુરી હોય છે ત્યાં સુધી તે પ્રિય લાગે છે. આ કારણે એ કથાની સમાપ્તિ નિમિત્તે હું કાલે પણ તેને અહીં આવવાને અવસર આપીશ. આ પ્રકારના વિચારથી રજાએ બીજે દિવસે પણ પિતાના શયને ભુવનમાં એને આવવાનો આદેશ આપે. ર ત થતાં મદનમંજરી પિતાની દાસી મદનિકની સાથે પહેલાંથી જ ત્યાં આવી પહોંચી. આ પછી રાજા આવ્યા પરંતુ વાર્તા સાંભળવાની અભિલાષાથી સુઈ જવાનું બહાનું કરીને તે પિતાના પલ ગમાં ગુપચુપ પડી ગયા. જ્યારે આ સ્થિતિ મદનિકાએ જોઈ ત્યારે તેણે કહ્યું કે, દેવી! રાજા સુઈ ગયા છે. માટે હયે આપ ગઈ કાલની અધુરી વાર્તા આજે ચાલુ કરે. અને બીજી પણ કથા સંભળાવા. કનકમંજરીએ કહ્યું ઠીક છે. કાલે તે જે શંકા કરેલ હતી કે, એક હાથના મંદિરમાં ચાર હાથની મૂર્તિ કઈ રીતે સમાઈ તે તેનું તાત્પર્ય એ છે કે આ મંદિરમાં ચાર હાથવાળા જે નારાયણ છે. તેનું સ્થાપન કરવામાં આવ્યું હતું તેમ જાણવું જોઈએ. હવે હું બીજી કથા કહું છું તેને સાંભળો–
કોઈ એક મહાવનમાં લાલ અશોકનું મેટું એવું વૃક્ષ હતું એને સે ડાળીઓ હતી. પરંતુ એને છાયા ન હતી. મદનિકાએ ફરીથી વચમાં બોલતાં કહ્યું, સ્વામિની ! એતે સમજમાં નથી આવતું. કેમકે સો જેટલી ડાળી હોવા છતાં પણ એ અશોક વૃક્ષની છાયાં ન પડે એ કેમ બની શકે? આપ તે ઘણાજ અચરજની વાત સંભલાવે છે. કૃપા કરીને આ વાતને પણ સ્પષ્ટ કરી દે અને પછીજ કથાને આગળ વધારે. આથી મદનમંજરીએ કહ્યું, મદનિકા હવે મને નિદ્રા આવી રહી છે જેથી કાલે તારા સંશયનું સમાધાન કરીશ. આજે તે આ કથા અહીં જ પૂરી કરીએ. આ પ્રમાણે કનકમંજરીએ વાતને અધુરી રાખતાં રાજાના મનમાં પણ ભારે કુતુહલ રહ્યું. અને એ રીતે ત્રીજા દિવસે પણ પિતાના શયનભુવનને કનકમંજરીને વારો રાખવામ
ઉત્તરાધ્યયન સૂત્ર : ૩
૧૧૫