Book Title: Agam 30 Mood 03 Uttaradhyayana Sutra Part 03 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
ભવ્ય જીવે ઉપર ઉપકાર થયો. આ પ્રમાણે વિચરતાં વિચરતાં અંતે ધનવતી અને ધનમુનિએ અનશન કરીને કાળના અવસરે કાળ કરીને તે બન્ને સિંધમ સ્વર્ગમાં શક્રસમ દેવઉત્પન્ન થયા. એ એમને પ્રથમ અને બીજો ભવ છે.
મનુષ્ય અને દેવરૂપ તેમનો ત્રીજો અને ચોથો ભવ આ પ્રકારે છે.
જ્યારે દેવ પર્યાયને ભવ અને સ્થિતિ સમાપ્ત થવાથી એ બને ત્યાંથી ચવ્યા ત્યારે ધનનો જીવ આ ભરતક્ષેત્રમાં વૈતાઢય પર્વતની ઉત્તર શ્રેણીમાં જે સૂરતેજપુર હતું ત્યાંના વિદ્યાધરાધિપતિ સુરની ધર્મપત્ની વિદ્યન્માળના ઉદરથી પુત્રરૂપથી અવતરીત થયો તથા ધનવતાનો જીવ વૈતાઢય પર્વતની દક્ષિણ પ્રણમાં વર્તમાન શિવસદ્ધ નામના નગરમાં અસંગસિંહ રાજાની રાણી શશી પ્રભાના ઉદરથી પુત્રીરૂપે ઉત્પન્ન થયે. એમના માતા પિતાએ ધનના જીવનું નામ ચિત્રગતિ અને ધનવતીના જીવનું નામ રન વતી રાખ્યું. ચિત્રગતિ બોંતેર ૭૨ વિદ્યાઓમાં નિપુણ થઈ ગયા. અને તરૂણવયને પ્રાપ્ત કરી રત્નાવતી પણ બધી કળામાં નિપુણ બનીને યુવાવસ્થાએ પહોંચી માતા પિતાએ જ્યારે તેને તરૂણ અવસ્થા સંપન્ન જોઈ ત્યારે તેને પરણાવવાની ચિંતા થવા લાગી. તેઓએ “આનો પતિ કોણ થશે આ વાત કઈ તિષીને પછી જ્યોતિષીએ એના પતિ અંગેની નીશાનીમાં અનંગસિંહને કહ્યું કે, જુઓ જે વ્યકિત તમારા હાથમાંથી બળાત્કારે તરવાર ખેંચી લેશે અને એવું થવા છતાં પણ દિવ્ય પુષ્પવૃષ્ટિ થશે તેજ તમારે જમાઈ બનશે. આ પ્રકારનાં જ્યોતિષીનાં વચનોથી વિશ્વાસુ બનીને અનંગસિંહ નિશ્ચીંત બની આનંદિત બન્યા.
જે સમયની આ વાત છે એ સમયે આ ભરતક્ષેત્રમાં ચકપુર નામના નગરમાં એક સુગ્રીવ નામને રાજા હતા. તેને યશસ્વિની અને ભદ્રા નામની બે રાણી હતી. મેટી યશસ્વનીને એક પુત્ર હતો જેનું નામ સુમિત્ર હતુ. સુમિત્ર ગુણવાન અને જૈનધર્મને ભક્ત હતા. સુમિત્રને એક બહેન હતી તેનું નામ કુસુમશ્રી હતું. રાજા સુગ્રીવે તેને કલીગ દેશના અધિપતિ કલિંગસિંહને આપેલ હતી. ભદ્રા નામની સુગ્રીવની જે બીજી પત્ની હતી તેને પણ એક પુત્ર હતું તેનું નામ પડ્યું હતું. તે મહા છળકપટી અને દુર્ગુણની ખાણ હતે. અવિનયી અને ધર્મરૂચીથી સર્વથા રહિત હતા. ભદ્રાએ પિતાના પુત્ર પદ્મ અને યશસ્વિનીના પુત્ર સુમિત્રમાં આ પ્રમાણેને ભારે અંતર જોઈને વિચાર કર્યો કે, સુમિત્રના રહેવાથી મારા પુત્રનું રાજ્યના અધિપતિ થવું સર્વથા અસંભવ છે. આથી આ સુમિત્રને જેમ બને તેમ દૂર કરી દેવું જોઈએ. આમાં જ મારા પુત્ર યાનું હિત છે. આ વિચાર કરી તેણે સુમિત્ર રાજકુમારને વિષમ ઝહેર આપી દીધું. ઝહેર અપાતાં જ સુમિત્ર મૂછિત બની ગયે. સુગ્રીવને જ્યારે આ વાતની ખબર પડી ત્યારે તે વૈદ્યોને સાથે લઈને અત્યંત વ્યાકુળચિત્તવાળો બનીને જ્યાં સુમિત્ર મૂર્શિત
ઉત્તરાધ્યયન સૂત્ર : ૩
૨૦૧