Book Title: Agam 30 Mood 03 Uttaradhyayana Sutra Part 03 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
આપ લેાક મતે સહુણ્ય કરવામાં ઉદ્યમશીલ બની રહ્યા છે? ત્યારે એ બન્નેએ કહ્યુ કે આપે વ વેગ વિદ્યાધરને મારી નાખેલ છે. આ સમાચારને તેના પિતા અશનીવેગે પોતાની વિદ્યાના બળથો જાણી લીધેલ છે. જેથી તે સૈન્યને સજ્જ કરીતે તમારી સામે લડવા માટે આવી રહેલ છે. આથી અમે લેાકેા આપને સહાય કરામાં ઉદ્યમશીલ થઈ રહ્યા છીએ જયારે આ પ્રકારની વાતા થતી હતી એજ સમયે ચંદ્રસેન અને વાયુવેગ વિદ્યાધર પોતાની સેના સાથે સનકુમારની સહાયતા માટે ત્યાં આવી પહોંચ્યા ધ્યાવલીએ આ સમયે આય પુત્રને પ્રાપ્તિ નામની ત્રિધા આપી. અશનીવેગ પણ પેાતાના લશ્કર સાથે ત્યાં આવી પહોંચ્યા સામસામે યુદ્ધનો મારચા રચાઇ ગયા. આય પુત્ર, ભાનુવેગ તથા ચંદ્રવેગની સાથે સૈન્યને લઇને અશનીવેગની સામે યુદ્ધ કરવા રાંગણમાં જઇ પહેાંચ્યા. સહુથી પહેલાં ચદ્રવેગ અને ભાતુવેગે અશનીવેગતી સાથે યુદ્ધ કરવાના પ્રારંભ કર્યો. ઘણેા સમય તેમનું યુદ્ધ ચાલુ રહ્યુ અશનીવેગના જોર સામે એમનું સન્ય ટકી શકયું નહીં. આ પુત્ર જયારે આ હાલત જોઇ તા તેઓ પેતે હાથમાં ધનુષ્ય લઈને અશનીવેત્રની સામે યુદ્ધ કરવા તત્પર બન્યા. અશતીવેગ અને આય પુત્ર બન્ને પરાક્રમશાળી હાવાથી ભય કર એવુ યુદ્ધ ચાલ્યુ. પોતાના હાથનું ચાતુર્ય બતાવતાં આ પુત્રે અશનીવેગની સેના ઉપર ખાણેાની વૃષ્ટિ કરવા માંડી. તેણે અસખ્ય એવાં માણેાની વર્ષા કરી કે જેને લઇને સૂર્યનુ બંખ પણ ઢંકાઇ ગયું. આથી અશનીવેગની સેનામાં અંધકાર છવાઇ ગયા. અશનીવેગે એ સમયે આય પુત્ર તરફ નાગા છોડયું. એના પ્રતિકાર માટે આ પુત્રે ગરૂડા છાડયું. પછી અશનીવેગે અગ્નિઅસ્ર છેડયું, તે આ પુત્ર વારૂણાસ્ત્ર છેડયું. અશનીવેગે વાયવ્યાસ્ત્ર છેડ્યું તે કુમારે પતાસ્ર છેડયુ. આ પ્રકારે અન્ને બાજુએથી દ્વિબ્યાસાથી સંગ્રામ ચાલવા લાગ્યા. અંતમા આ પુત્રે પેાતાના દિવ્યાસ્ત્રોથી શનીવેગના દિવ્યાસ્ત્રોને સવ થા નિષ્ફળ બનાવી દીધાં. પોતાના પ્રયત્નાની નિષ્ફળતા જોઈ ને અશનીવેગના ચહેરો ક્રોધની જવાળાથી ધમધમી ઉઠયા. તેણે એજ સમયે ધનુષ્યને હાથમાં લઈને તેનાથી બાણેા છેડવાનુ ચાલુ કર્યું. આ પુત્રે એ સમયે અપેન્દુ બાણુથી તેનું ધનુષ્ય વચમાંથી કાપી નાખ્યું. જયારે અશનીવેગે પોતાના ધનુષ્યને કપાતુ જોયુ. તે કેધમાં આવીને તે આ પુત્રને મારવાના અભિપ્રાયથી રથમાંથી ઉતરીને તરવારની ચાટ લગાવવા દોડયા. આ સમયે આય પુત્રે પોતાના તીક્ષ્ણ એવા ખાણથી તેના ખન્ને હાથેાને કાપી નાખ્યા. પેાતાની અને ભુજાએ કપાઈ જવા છતાં પણ અશનીવેગને ક્રોધના આવેશમાં પેાતાની તરફ દોડયા આવતા જોયા ત્યારે આ પુત્ર વિદ્યાદ્વારા પ્રદત્ત ચક્રથી તેનું માથું કાપી નાખ્યું. આ પ્રકારે આ પુત્રના હાથથી અનીવેગના વિનાશ થયા હોવાનું જાણીને વિદ્યાધરાને ઘણીજ ખુશી થઈ, તેમણે “જયજય” શબ્દોથી આકાશ અને પૃથ્વીને ગજાવી મૂકી. આન
ઉત્તરાધ્યયન સૂત્ર : ૩
૫૮