Book Title: Agam 30 Mood 03 Uttaradhyayana Sutra Part 03 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
તકનો લાભ લઈ કમઠના જીવ એ સપે તેના ઉપર તરાપ મારીને તેના માથા ઉપર ડંખ માર્યો. સપના કરડવાથી તેનું ઝહેર હાથીના સારાએ શરીરમાં પ્રસરી ગયું. હાથીએ પોતાનો મરણુ કાળ નજીક જાણુંને સમાધી મરણ ધારણ કરી લીધું. અને આહાર પાણીને પરિત્યાગ કરી સપના શહેરની દુસહ વેદનાને સમતા ભાવથી સહન કરી અને પંચ નમસ્કાર મંત્ર જાપ કરતાં કરતાં તેણે પિતાના પ્રાણનું વિસર્જન કર્યું. આથી તે ત્રીજા ભવમાં દેવ પર્યાયમાં ઉત્પન્ન થયા અને સહઆર નામના આઠમા દેવલોકમાં તે દેવ થયા ત્યાં એમની આયુ સત્તર સાગરની હતી. કક્કટ નાગને જીવ પણ પિતાની પર્યાયને છેડીને પાંચમી પૃથ્વીમાં સત્તર સાગની આયુષ્યવાળા નારક થયે.
આ મરૂભૂતિને બીજો અને ત્રીજે ભવ થયો.
મરૂભૂતિને કિરશુ વેગ નામને ચોથો ભવ – સત ૨ સાગર પ્રમાણ આયુવાળા સહસ્ત્રાર દેવકમાં રહેતાં રહેતાં મરૂભૂતિ જીવનો દેવલોકની આયુ પૂરી થઈ ત્યારે તે દેવલોકથી ચવીને જંબુદ્વીપમાં પૂર્વ મહાવિદેહ સુચ્છ વિજયન્તરગત વૈતાઢય પર્વત ઉપર આવેલી તિલક નામની નગરી કે જે પોતાની શેભથી આલકાપુરીના જેવી શોભાયમાન હતી તેમાં ત્યાંના સ્વામી વિવનિ વિદ્યાધરની કનક તિલકા પત્નીની કુખેથી અવતર્યો. ગર્ભનો સજ્ય પૂરો થયો ત્યારે કનકતિલકાએ જેનારના મનને અતિ આનંદ પમાડે તેવા સુકુમાર પુત્રને જન્મ આપે. માતાપિતાને પુત્રના જન્મથી ઘણોજ હર્ષ થયે. આ બન્નેએ પુત્રનું નામ “કિરણગ” રાખ્યું. બીજના ચંદ્રમાની માફક કિરણગ કમશઃ વધવા લા. ઉમરના વધવાની સાથોસાથ કળાઓનો અભ્યાસ પૂર્ણ કરવા માંડયો. જ્યારે તેણે યુવાવસ્થા પ્રાપ્ત કરી ત્યારે સઘળી કળાઓUાં પણ ભારે નિપુણતા મેળવી લીધી હતી. રૂપ, ચરિત્ર અને ઔદાર્ય આદિ ગુણોથી શોભાયમાન એવા એ કુમા૨નાં અનેક રાજકન્યાઓની સાથે લગ્ન પણ કરી દેવામાં આવ્યાં. ધીરે ધીરે કુમાર જ્યારે રાજ્યને કારોબાર ચલાવવામાં કુશળ બની ગયે ત્યારે વિદ્ગતિ વિદ્યારે એને રાજયગાદિ ઉપર બેસાડીને ગુપ્તાચાર્ય મહારાજની પાસે જઈને ભાગવતી દીક્ષા ધારણ કરી લીધી. કિરણવેગે ઘણીજ બુદ્ધિમત્તાની સાથે ન્યાયનીતિ પૂર્વક રાજ્યનું સંચાલન કરી પ્રજાને ખૂબ આનંદમાં રાખી. આ પ્રમાણે રાજ્યને ભાર સંભાળતાં સંભાળતાં કિરણગનાં કેટલાંક વરસે વ્યતીત થઈ ગયાં. એક સમયની વાત છે કે, કિરણગે સુરગુરૂ નામના કોઈ એક મુનરિજના મુખેથી ધાર્મિક દેશનાનું જ્ઞાન પ્રાપ્ત કર્યું એના પ્રભાવથી તેના ચિત્તમાં વૈરાગ્યને તીવ્ર રંગ જામી ગયે. આથી તેણે પિતાના પુત્રને રાજ્યગાદી સુપ્રદ કરી દઈને પિતે મુનિરાજની પાસેથી ભાગવતી દીક્ષા ધારણ કરી લીધી. દીક્ષા લીધા પછી તેમણે ગુરૂની પાસેથી આગમનું ખૂબ જ્ઞાન મેળવ્યું. આગમોના અધ્યયનથી તેઓ ગીતાર્થ બની ગયા. અને
ઉત્તરાધ્યયન સૂત્ર : ૩
૨૫૧