Book Title: Agam 30 Mood 03 Uttaradhyayana Sutra Part 03 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
રાજાનો સંબંધ છે. તે
મહાપદ્મ રાજાના મોટાભાઇ છે. તેમના કહેવાથી આ શાંત બની જશે હવે ફક્ત રહી ત્યાં સુધી પહોંચવાની વાત. જે આપણામાથી જે કાઈ લબ્ધિસપન્ન હોય એ ત્યાં જાય. આ વિચારધારાને સાંભળીને એક ખીજા મુનિરાજે કહ્યું, મારામાં એવી બ્ધિ તે છે કે એના પ્રભાવથી હું ત્યાં પહોંચી શકું છું; પરં તુ ત્યાંથી પાછા આવવાની લબ્ધિ ન હૈવાથી અહીં પાળેા કરી શકું તેમ નથી. સાધુની વાત સાંભળીને સુત્રતાચાર્યે ક હ્યુ', કાઇ ચિંતાની વાત નથી. તમા અહીંથી જાઓ. પછી વિષ્ણુકુમાર મુનિરાજ તમેને અહીં લઈ આવશે આ પ્રમાણે આચય મહારાજના આદેશ મેળવીને તે મુનિ પક્ષીની માફક આકાશ માર્ગેથી ઉડયા અને ઉડતાં ઉડતાં એક જ ક્ષણમાં મેરૂતુ ંગ નામના પર્વત ઉપર વિષ્ણુકુમાર મુનિશજ પાસે પહોંચી ગયા, વિષ્ણુકુમાર મુનિરાજે આ નવીન આવેલા મુનિને જોઇને વિચાર કર્યાં કે સ ંઘનું કોઈ આવશ્યક કાર્ય જરૂર ઉપસ્થિત થયુ છે, નહી તા વર્ષાકાળમાં આ મુનિને આવવાની આવશ્યકતા હોય જ નહીં. વિષ્ણુકુમાર મુનિરાજ આ પ્રકારા વિચાર કરતા હતા એટલામાં એ મુનિ તેમની પાસે જઈ પહોંચ્યા અને તેમને પ્રણામ કરી, અથથી ઇતી સુધીતા સઘળા વૃત્તાંત તેમને કહી સંભળાવ્યા. સાંભળીને વિષ્ણુકુમાર મુનિરાજ એ મુનિને સાથે લઇને તુરત જ હસ્તિનાપુર જવા ઉપડયા. હસ્તિનાપુર પહોંચતાની સાથે જ તેમણે સહુ પ્રથમ ગુરૂને નમસ્કાર કર્યાં પછીથી તે મુનિઓને સાથે લઈને નમુચિની પાસે ગયા ત્યાં જેટલા રાજાઓ ઉપસ્થિત હતા તે સઘળાએ તેમને નમસ્કાર કર્યાં. એ સ્થળે વિષ્ણુકુમારે ધમની દેશના આપી ધર્માંનો દેશના જે સમયે ત્યાં ચાલી રહેલ હતી એ વખતે ત્યાં નમ્રુચિ પણ હાજર હતા. તેને જોઇને મુનિરાજે નમુચીને કહ્યું, જુઓ ! આ સમયે વર્ષાકાળ ચાલી રહેલ છે. આથી વર્ષાકાળની સમાપ્તિ સુધી આ સઘળી મુનિમંડળી અહીયાં રહે, તેઓ પાતે પણ એક જ સ્થળે ઘણા વખત સુધી રહેતા નથી. ફક્ત વર્ષીક ળના ચાર મહિના જ એક સ્થાને એકત્ર રહેવાના આદેશ છે. આથી તે અનુસાર આ સઘળા મુનિઓ અહી રોકાયેલ છે. કારણ કે આ સમયે પૃથ્વી અનેક સુક્ષ્મ જીવજં તુએથી ઉભરાયેલી રહે છે. આ મુનિયા વર્ષાકાળના ચાર મહિના આપના નગરમાં રહે તો એથી આપને શું આપત્તિ છે ? આપ મને શા માટે અહીં રાકાવા નથી દેતા ? આ પ્રકારનું મુનિરાજ વિષ્ણુકુમારનું વચન સાંભળીને નમુચીએ ક્રોધિત બનીને તેમને કહ્યું, વારંવાર વધુ કહેવાની જરૂ રત નથી. જોકે, પાંચ દિવસ પછી આપ લે કામાંથી કોઇપણ સાધુ અહીં જોવામા આયશે તે તેને પકડી લેવામાં આવશે. આ પ્રકારની નમુચીની વાત સાંભળીને વિષ્ણુકુમારે ફરીથી તેનેકહ્યું, આ મહષિજન છે. જો તેઓ નગરની બહારના ઉદ્યાનમાં રોકાય તે તેમાં શુ હરકત છે ? સાંભળતાંજ આથી વધુ ક્રોધના આવેશમાં આવીને નરુચિ કહેવા લાગ્યા કે, નગર કે, બગીચાની વાત તે। દૂર રહી પરંતુ આ પાખંડી સફેદ સાધુએ મારા સજ્યભરમાં કયાંય પણ રહી શકતા નથી. આથી તમે સઘળા સાધુ જો તમારી
ઉત્તરાધ્યયન સૂત્ર : ૩
૮૪