Book Title: Agam 30 Mood 03 Uttaradhyayana Sutra Part 03 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
કહ્યું- હે માતા! આ તો શું કહી રહ્યાં છે? વ્રતોને દુષ્કર તો કાયર અને જ માને છે. ધીર મનુષ્ય તે પ્રાણને પણ અર્પણ કરીને વ્રતનું પાલન કરતા હોય છે. જેઓ એ વાતને ચાહતા હોય, છે કે, અમારે પલેક સુંદર તેમજ મૌલિક બને તે તેને દુષ્કર સમજતા નથી. આ માટે હે પૂજ્ય માતાજી! આપ મને વથી આરાધના કરવા માટે છુટે મૂકી દે. સજજનેનું એ કામ છે કે, તેઓ ધર્મ કરવામાં ઉત્સાહિત બનેલા એવા બીજા માણસને પણ સહાયતા પહોંચાડે છે, તે પછી હું તે તમારે પુત્ર છું. મને આ વિષયમાં સહાયતા કરવી એ આપનું સ્વા. ભાવિક કર્તવ્ય છે. આ માટે આપ મને પ્રેમથી વ્રતનું પાલન કરવાની સંમતિ પ્રદાન કરો. આવી આપને મારી પ્રાર્થના છે.
પુત્રને આ પ્રકારનો દઢ નિશ્ચય જાણીને તથા વિરાગ્યથી તેને પાછો વાળવાનું પિતાનામાં અસામર્થ્ય જોઈને માતાપિતાએ એ તત્વજ્ઞને ઘણી મુશ્કેલીથી તેની આરાધના કરવાની શુભ સંમતિ આપીઃ જ્યારે તે દીક્ષા લેવા માટે ઘેરથી નીકળીને ધમષ આચાર્ય પાસે જવા તૈયાર થયા ત્યારે રાજાએ ઘણું જ ઠાઠથી તેને વિદાય આપવાનો સમારંભ રા. આમાં સહ પ્રથમ રાજાએ પોતાના હાથે પવિત્ર જળથી તેને સ્નાન કરાવ્યું, અને ચંદ્રની ચાંદ નીની માફક ચંદનપંકથી એના શરીરને સારી રીતે લેપન કર્યું. પછીથી દૂધના ફીણ જેવાં ઉજળાં બે વસ્ત્ર ધારણ કરવાવાળા મહાબલ કુમારના શરીર ઉપર તેમણે દેદીપ્યમાન માણેકનાં આભૂષણો પહેરાવ્યાં આ પ્રમાણે કુમારને તૈયાર કરી પાલખીમાં તેને લાવીને બેસાડી દીધા. તે સમયે કરેએ તેના ઉપર સફેદછત્ર ધર્યું. ચામર ઢળવાવાળાઓએ તેના ઉપર કલ્લેલ જેવા ચંચળ ચામરોને ઢળવાને પ્રારંભ કર્યો. કુમાર એ શિબિકાપાલખીમાં બેસીને આગળ વધવા લાગ્યાં પાછળ ચતુરંગ બળ સાથે બળરાજા પ્રભાવતી સાથે ચાલવા લાગ્યા. કહે છે કે, એ સમયે ભેરીના તથા વાદ્યોના જે શબ્દ નીકળતા હતા તે મેઘ ગર્જનાનું અનુકરણ કરતા હતા. આથી એને સાંભળીને કીડા મયુરેએ અકાળે જ નૃત્ય કરવાનો આરંભ કરી દીધો હતો. તથા “ધન્ય છે તેને કે જેણે યુવાવસ્થામાં પણ રાજય લક્ષમીને પરિત્યાગ કરી આ દીક્ષા લેવા જઈ રહેલ છે ઘણે જ એ ભાગ્યશાળી છે” આ પ્રકારની પુરવાસી જને એની સ્તુતિ કરવા લાગી ગયા કુમારે પાલખીમાં બેસતાં પહેલાં યાચક જનેને ચિંતામણુ જેવા બનીને ખૂબ દાન આપવા માંડયું આ પ્રમાણે ઠાઠમાઠની સાથે ધર્મઘોષ આચાર્યના ચર. ણોથી પવિત્ર થયેલા એ ઉદ્યાનમાં આવી પહોંચતાં જ તે પાલખીમાંથી નીચે ઉતર્યા અને માતા પિતાને આગળ કરીને તે ધર્મ ઘેષ આચાર્યની પાસે પહોંચ્યા. આચાર્ય મહારાજને વંદના કરીને બલરાજા અને પ્રભાવતી રાણીએ આ પ્રમાણે કહ્યું-ભદન્ત ! આ અમારો પ્રિય પુત્ર મહાબલ કુમાર વિક્ત બનીને આપની પાસે દીક્ષા લેવા ચાહે છે. આ માટે અમો એને આજ્ઞા આપી ચૂક્યાં છીએ. આથી આપ એને દીક્ષા આ પો. રાજા અને રાણીની આ વાતને સાંભળીને આચાર્યશ્રીએ એને સ્વીકાર કર્યો.
ઉત્તરાધ્યયન સૂત્ર : ૩
૧૪૪