Book Title: Agam 30 Mood 03 Uttaradhyayana Sutra Part 03 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
મા લીનાં નિ જેવાં હતાં. એને જોતાં જ તેને એનામાં એ અનુરાગ જાગૃત થયો કે, તેના આવેશથી રાત્રિમાં તેને નિદ્રા પણ ન આવી. એની એ રાત્રિ મદનમંજરીના વિષયમાં વિચાર કરતાં કરતાં જ પૂરી થઈ ત્યારે સવાર થયું અને ચંડપ્રદ્યતન રાજસભામાં ઉપસ્થિત થયે ત્યારે દ્વિમુખ રાજાએ એના ચહેરા ઉપરનાં દુઃખનાં ચિન્હો જેવાથી પૂછયું, હે રાજન ! શું વાત છે, શું આજે આપનું સ્વા
ય બરોબર નથી ? આપનું મુખ હેમંતમાં કમળની માફક પ્લાન માલુમ પડી રહ્યું છે, દ્વિમુખની આ વાતને ચંડપ્રદ્યોતને કાંઈ ઉત્તર ન આપે ત્યારે વ્યાકુળ બનીને દ્વિમુખે તેને સેશન દઈને કહ્યું, હે રાજન ! મેં જે પૂછેલ છે તેને ઉત્તર અ પિ આપને જે કાંઈ કષ્ટ થઈ રહેલ હોય તે સાફ સાફ કહો. સંકોચ પામવાની કોઈ જરૂર નથી કેમકે, જ્યાં સુધી અમને આપની ચિંતાનું કારણ જાણવા નહીં મળે ત્યાં સુધી અમો તેને ઉપાય પણ કઈ રીતે કરી શકીએ ? દ્વિમુખની આ પ્રકારની પ્રેમપૂર્વકની વાતને સાંભળીને ચંડપ્રધાતને “હાય” આ પ્રકારે બોલીને તથા લજજાને છેડીને આ પ્રકારે કહ્યું, રાજન્ ! મને કોઈ કષ્ટ નથી, છતાં પણ મારી આ દશાનું કારણ શું છે એ જાણવાનું આપને કુતૂહલ થઈ રહેલ છે. જે હું કોઈ પણ પ્રકારને મનમાં સંકોચ ન રાખતાં આપની સમક્ષ જાહેર કરું છું તેને આપ સાંભળે. ગઈ કાલે મેં આપની પુત્રી મદનમંજરીને જોઈ, તેને જોતાં જ મારે તેનામાં અનુરાગ દઢ બની ગયેલ છે. આ કારણથી મારી આ દશા થયેલ છે. આથી આપને નિવેદન કરું છું કે, આપ મદનમંજરી મને આપીને મારી આ માનસિક ચિંતાને દૂર કરવાની કૃપા કરો. ચંડપ્રદ્યોતનના આ વાકયોને સાંભળીને દ્વિમુખે વિચાર કર્યો કે, શું હરકત છે? મદનમંજરીને ગ્ય વર આ છે જ. આથી
જ્યારે તે મદનમંજરીને ચાહે છે ત્યારે તેને મદનમંજરી આપવામાં મને કોઈ વાંધો નથી. આ પ્રકારને મનમાં વિચાર કરીને રાજા દ્વિમુખે શુભ મુહૂર્તમાં પિતાની કન્યા મદનમંજરીનું ઘણું જ ઉત્સવની સાથે ચંડપ્રદ્યોતનની સાથે લગ્ન કરી દીધું. દહે. જમાં મોટા પ્રમાણમાં હાથી, ઘેડા આદિ તથા મણી માણેક આદિ રત્ન અને તેનું મેળવેલ રાજ્ય પણ દ્વિમુખે તેને આપી દીધું. આ પ્રકારે ચંડપ્રદ્યોતન રાજા દ્વિમુખ રાજા તરફથી આપવામાં આવેલ મદનમંજરીની પ્રાપ્તિથી પોતાની જાતને વિશેષ ભાગ્યશાળી માનીને ત્યાંથી વિદાય થઈને નવી રાણીની સાથે આનંદપૂર્વક ઉજજયીનમાં જઈ પહેચ.
એક સમય ઈન્દ્ર મહોત્સવના પ્રસંગે રાજા દ્વિમુખે નગરના નિવાસીઓને ઈન્દ્રધ્વજના સંસ્થાપન અર્થે આદેશ આપ્યો. રાજાને આદેશ મળતાં નાગરીકેએ ઝડપથી મંગળપાઠ સાથે ઈન્દ્રવજને હવામાં લહેરાવ્યું. એ વ્રજમાં નાગરીકોએ ઘુઘરીઓની માળાઓ બાંધી હતી, પુષ્પોની માળાથી તેની સજાવટ કરી હતી. મણિમાણેક આદિથી તેને સુંદર રીતે શણગારેલ હતે દેવજવંદનના દંડને સુંદર વસ્ત્રોથી આચ્છાદિત કરીને તેના ઉપર ઈન્દ્રધ્વજ ફરકાવવામાં આવ્યો હતે વજનું
ઉત્તરાધ્યયન સૂત્ર : ૩
૧૦૯ |