Book Title: Agam 30 Mood 03 Uttaradhyayana Sutra Part 03 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
પિતા તેમજ બીજા સ્વજને પણ મૃત્યુ પામ્યાં, તે બાળકને પાળકનો અભાવ હોવાથી ગામ લોકોએ એને પાળી પોશીને જીવાડ. ગામ લોકોના પાલન પિષણથી તે મેટે થયો અને લોકોએ તેનું કમઠ એવું નામ રાખ્યું. કમઠ ક્રમશ: બાલ્યવય વટાવીને યુવાવસ્થાએ પહોંચ્યો. અતિ દરિદ્રી હોવાના કારણે લોકો તેની હાંસી મજાક કરીને નિંદા કરતા હતા. એનામાં પોતાને ઉદર નિર્વાહ કરવાની પણ શક્તિ ન હતી. બીચારાને બબે ત્રણ ત્રણ દિવસે મહામુસીબતે ખાવાનું મળતું એટલે તે એ અભાગી હતે. જ્યારે તે સારું એવું આશ્વર્ય ભોગવતા અને દાનપુણ્ય કરતા ધનવાનેને જેતે ત્યારે મનમાંને મનમાં જ વિચાર કરવા લાગતું કે આ લેકે એ પૂર્વ જન્મમાં ઘણું એવું તપ કર્યું હશે અને એજ કારણે તેઓ આ જન્મમાં પ્રચર ધનવાન બનેલા છે. જે પ્રમાણે બીજની પુષ્ટીના વગર ખેતી થતી નથી એજ પ્રમાણે તપના વગર લક્ષમીની પ્રાપ્તિ પણ જીને થતી નથી. આ માટે હું પણ તપની આરાધનામાં આ પ્રકારનો પ્રયત્ન કરૂં. અને એ રીતે કે જેમ વેપારીઓ
વ્યાપારમાં પ્રયત્નશીલ બને છે. આ પ્રકારના પિતાના મન સાથે નિશ્ચય કરી કમઠ કંદમૂળ આદિને આહાર કર રહીને પંચાગ્નિ તપસ્યા આદિમાં પિતાના ચિત્તને સ્થિર કરીને તાપસ બની ગયો.
શ્રી પાર્શ્વપ્રભુને દસમોભવ આ પ્રમાણે છે
આ ભરત ક્ષેત્રમાં વારાણસી નામની નગરી હતી. એની તદ્દન નજીકમાં ગંગા નદી વહેતી હતી. આ નગરીની ચારે તરફ નંદનવન જેવાં ઉપવન હતાં. જે લેકેના દિલને પ્રફુલ્લિત કરતાં હતા એની ચારે બાજુ અતિ રમણીય પ્રાકાર (મહેલ) હતાં. જે મણિમાણિકય આદિથી ચળકતા તેમજ જેના કાંગરાઓ વિ ખૂબજ શોભાયમાન હતા જેના ઉપરના સુવર્ણ કળશે તેમજ મણિમાણિજ્યમય ભીં તેનું પ્રતિબિંબ સૂર્યના હજારે કિરણોની માફક પ્રકાશમાન થતું હતું. ત્યાના ધનિક લેકનાં મકાને પણ ખૂબજ શોભિત અને સુર હતાં. આને જોનારને મનોમનજ એ વિચાર ઉઠતે કે જે આવા વર્ષની ચાહના હેય તે પુણ્ય કાર્ય કરવું જોઈએ. આ નગરીમાં વેપાર-વાણિજ્ય કરનારાઓની દુકાને પણ અનેક પ્રકારના દ્રવ્યોથી ભરેલી રહેતી તેમજ ખરીદનારાઓની હાર કતારોથી બજારે શોભાયમાન પ્રવૃત્તિમય દેખાતી હતી. એકંદરે સારાયે ભરતક્ષેત્રમાં આ વારાણસી નગરી ખૂબજ દેદિપ્યમાન તેમજ સઘળી સિદ્ધિાથી ભરેલી એવી નગરી હતી. આ પ્રચુર સૌભાગ્યશાળી નગરીના શાસક સઘળા ગુણોથી અલંકૃત એવા પ્રજાનું પરિપાલન કરવામાં સાવધાન અશ્વસેન નામના રાજા હતા. તેઓ વિશ્વજનોના હિતવિધાયક હતા. પરાક્રમમાં વાસુદેવના જેવા તથા મનુષ્યોમા દેવની જેમ પૂજતા હતા. આથી ઈન્દ્ર જેવા શોભાયમાન લાગતા હતા. એના પ્રતાપથી ભલભલા શત્રુઓ કંપાયમાન બન્યા હતા અને પિતાના સ્થા નેને છેડીને અરણ્યનું શરણ સ્વીકારેલ હતું. એમના શાસનના સમયમાં પ્રજાજનેને કોઈ પણ પ્રકારની ભીતિ ન હતી કોઈ પણ પ્રકારના ડર રહિત સઘળા પ્રસન્નચિત્ત બનીને સુખપૂર્વક રહેતા હતા. એ રાજાની પટરાણીનું નામ વામાદેવી
ઉત્તરાધ્યયન સૂત્ર : ૩
૨૫૮