Book Title: Agam 30 Mood 03 Uttaradhyayana Sutra Part 03 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
છે તે કનકમ જરી આપને વશ કરવા માટે રાજ કાંઈકને કઇક કર્યા જ કરે છે. આપને એ વાતને ખ્યાલ પણ નથી. કારણ કે, તેણીએ આપતે પે તાના વશમાં કરી રાખેલ છે. રાણીએની આ જાતની વાત સાંભળીને રાજાએ એ શું કરે છે? ” આ પ્રમાણે રાણીઓને પૂછ્યું ત્યારે તે કહેવા લાગી કે, તે રાજ અપેારતા સમયે મિગૃહની અંદર છૂપાઇને એના દરવાજો બંધ કરીને પહેલાં ા મેલાં કપડાં પહેરે છે, પછી તે કથીરનાં આભૂષણેાતે પહેરીતે મનમાં કાંઇક ગણગણાટ કરતી રહે છે. આ પ્રકારનાં રાણીઓનાં ઇર્ષાળુ વચને સાંભળીને રાજાએ એ વાતની તપાસ કરવાનું શરૂ કર્યુ. તે ભૂમિગૃહની આ દર જઈને છૂપાઈ ગયા, અને કનકમ જરીની સવે ચેષ્ટા એને ધ્યાન પૂર્ણાંક જોવા લાગ્યા. તેણે જોયું તેા કનકમંજરી પહેલાંની માફક પેાતાની જાતને પ્રતિપ્રેષિત કરી રહેલ હાવાનું તેને જણાયું. આથી રાજાને તેના ઉપર ખૂબજ વધુ પ્રમાણમાં સ્નેહુ વધ્યા. અને મનમાં ને મનમાં તે વિચારવા લાગ્યા કે, જુમા તે ખરા! આની બુદ્ધિ કેવી શુભ છે, આના વિવેક અને નિપુણતા તથા માન અને અપમાનમાં સમતા જોઇને મારૂ મન એનામાં અધિક અનુરાગયુક્ત અની જાય છે. જ્યારે સાધારણ માનવી થાડી પણ વિભૂતિ મળતાં મર્દન્મત્ત અની જાય છે. ત્યારે આતા મારા તરફથી આપવામાં આવેલ રાજ્ય સ`પત્તિ ને પ્રાપ્ત કરવા છતાં પણ આશ્ચય છે કે, જગ સરખુ ય અભિમાન કરતી નથી. આ તે સંપૂર્ણ ગુણની ખાણુ જ છે. પરંતુ દુ:ખની વાત છે કે, આ બધી રાણીએ આના તરફ વિના કારણ જ ઇર્ષા કર્યાં કરે છે. અને એનામાં દેષજ જોયા કરે છે. કહ્યું પણ છે—
1
''
जाड्यं हीमति गण्यते व्रतरुचौ दम्भः शुचौ कैतवम्, शुरे निर्घृणता ऋजौ विमतिता दैन्यं मियालापिनि । तेजस्विन्यवलिप्तता मुखरता वक्तर्यशक्तिः स्थिरे, तत्को नाम गुणो भवेत्स गुणिनां यो दुर्जनैर्नाङ्कितः ॥ १ ॥ દુષ્ટતાના તા એ સ્વભાવ જ હાય છે કે તેઓ જે લજ્જાવાન વ્યક્તિ હાવ છે એને મૂખ, તથા વ્રતમાં રૂચિ રાખનાર વ્યક્તિને કપટી, નિષ્કપટ વ્યક્તિને પૂર્વ, શૂરવીરને નિય, સીધી સાદી વ્યકિતને ક્રમ અક્કલ, સદા પ્રિય ખેાલનાર વ્યકિતને પામર, તેજસ્વીને અભિમાની, વકતાને અકવાદ કરનાર તેમજ સ્થિરતે અશકત માને છે. ભલ્લા ગુગ્રી જનનેા એવા કયા ગુહ્યુ છે કે જેને દુર્જન લેાકાએ કલકત ન કર્યાં હાય.
આ રીતે વિચારીને રાજાએ કનકમંજરીને પટ્ટરાણી બનાવી દીધી. એ વાત સત્ય જ છે કે, ગુણીની જ પ્રતિષ્ઠા થાય છે, કુળાદિકની નહી.. એક દિવસની વાત છે કે, રાજા અને કનકમાંજરી મુનિ વિમલચન્દ્રાચાર્યને વંદના કરવાં માટે ગયાં. ત્યાં તેમણે બન્નેએ શ્રાવક ધર્મોના સ્વીકાર કર્યાં. આ પછી તેમણે શ્રાવક ધર્મને ઘણા કાળ સુધી સારી રીતે પાળ્યેા. અંતે ચિત્રકારની પુત્રી કનકમ’જરી ધર્મના પ્રભાવથી મરીને દેવલેાકમાં ઉત્પન્ન થઈ. ધર્મનું આરાધન કરનાર વૈમાનિક દેવ જ થાય છે. ત્યાંનું આયુષ્ય પૂરૂં કરીને ત્યાંથી ચવીને તે બતાઢય તારણપુરમાં
ઉત્તરાધ્યયન સૂત્ર : ૩
૧૧૯