Book Title: Agam 30 Mood 03 Uttaradhyayana Sutra Part 03 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
જેવા દુઃસહુ અભૂતપૂર્વ તમારા વિયોગના દુઃખને કઈ રીતે સહન કરી શકીશ ? ઘટતાં જે રીતે સમુદ્ર સમાઈ શકતા નથી તે પ્રકારથી હું રાણી ! તારૂં આ વિચાગ દુ:ખ મારા હૃદયમાં સમાતું નથી. હવે આ સમયે હું શું કરૂ ? કયાં જાઉં ? કાને મારી આવી વિપત્તિની કથા કરૂ? આ પ્રમાણે વિલાપ કરતાં કરતાં તે શજ ત્યાંથી હાથીના પગલાંને જોતાં જોતાં ચંપાપુરીમાં પાછા ફર્યા,
આ તરફ્ હાથી પદ્માવતીને લઇને સિંહ, વાઘ, આદિ ભયકર પ્રાણીઓથી ભરેલા મહા અરણ્યમાં પહોંચ્યા. ત્યાં એક સરેશવર હતુ. તેમાં પાણી પીવા માટે તે ઉતર્યાં. જયારે તે પાણી પી ચૂકયા ત્યારે સમુદ્રમાં ઐરાવતની માફક તે એ સરાવરમાં ક્રીડા કરવા લાગ્યા. ક્રીડામાં વિશેષ મગ્ન થઈ જવાથી, મહાપદંત ઉપરથી ઉતરતી મૃગલાની માફક ધીરે ધીરે તેના ઉપરથી ઉતરી ગઈ. અને જળમાં તરતી તરતી તે કિનારા ઉપર પહોંચી ગઈ. પેાતાના જુથથી જૂદી પડેલી મૃગન્નીની માક અશરણુ બનેલી રાણીએ જ્યારે ચારે બાજુ પેાતાની ષ્ટિ ફેરવી તે તેને જંગલના સિવાય કશું' પણ નજરે ન પડયું. આ કારણે ભુલથી વિન્હળ મની તે જોર જોરથી એકદમ રાવા લાગી. ત્યાંના પક્ષીઓએ જ્યારે તેનુ' આવું રૂદન સાંભળ્યુ તે તેએ બિચારા પણ તેના દુઃખથી દુઃખિત અની તેની સાથે રેવા લાગ્યા. રાણીએ વિચાયુ" કે હવે અહીં રાવાથી કોઈ અર્થ સરવાના નથી. પછી તેણે ધૈય ધારણ કરીને વિચાયુ કે, પોતપોતાના કર્મી અનુસાર જ પ્રત્યેક પ્રાણી સુખ અને દુઃખને લેાગવે છે. મારે પણ જે આ આપત્તિના સામના કરવા પડય છે. તેમાં મારૂં પૂર્વોપાર્જીત અશુભ દૃષ્કમ જ કારણરૂપ છે. આ રૂદનરૂપ જળથી અતિ ચીકણા આ કમરૂપ રજનુ અપનયન થઈ શકવાનું નથી. આથી અહીં રાવુ વ્યથ છે, આ જંગલ સિંહ, વાઘ આદિ હિંસક પશુઓથી ભરેલુ છે. અહીં સુરક્ષિત થઈને રહેવાની પણ શકયતા નથી. કેમકે આ હિંસક વૃત્તિના જીવાથી મરણના ભય પ્રતિક્ષણ રહેલા જ છે. માટે આ બાબતમાં બુદ્ધિથી કામ લેવુ' જોઇએ. પ્રમાદથી કામ બગડી જાય છે. આ પ્રમાણે ખૂબ વિચાર કરીને રાણીએ સઘળા જીવાની ક્ષમાપના કરી ચાર ચરણાંના અંગિકાર કરી, શુદ્ધ આશય સ ંપન્ન બની ગઇ. અને પૂર્વીકૃત પાપાની નિંદા કરીને “ જંગલમાંથી જ્યાં સુધી મારે છુટકારો નહીં થાય ત્યાં સુધી હું સાકાર અનશનથી રહીશ” આ પ્રકારના નિયમ લઇને અને પંચપરમેષ્ટીને નમસ્કાર કરીને તે ત્યાંથી દિગ્મૂઢ હેવાના કારણથી પેાતાના નગરના માર્ગને ન જાણતી હાવા છતાં કાઈ એક દિશાની તરફ ઝડપથી ચાલવા લાગી. ચાલતાં ચાલતાં જ્યારે તે એ જગલના ઘણા એવા ભાગ એળગી ચૂકી ત્યારે તેને એક તાપસ દૃષ્ટિએ પડયા, તેને જોતાં જ જેમ કાઈ તુટી પડેલા દિલના માણસ બીજાને પેાતાની તરફ આવતા જોઇને આનંદિત બને છે. આ જ પ્રકારે એ રાણીને પણ આનંદના અનુભવ થવા લાગ્યા. પ્રણામ કરવાથી તેને એ
ઉત્તરાધ્યયન સૂત્ર : ૩
૯૭