Book Title: Agam 30 Mood 03 Uttaradhyayana Sutra Part 03 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
પૂછી પરંતુ તેણીએ એવા ભયથી કે, જે ગર્ભની વાતની તેમને જાણ થઈ જશે તે મને દીક્ષા નહીં આપે એવું સમજીને તેણે ગર્ભની વાત કરી નહીં. સાધ્વીજીએ તેને દીક્ષા આપી દીધી. પછી પદ્માવતીના સમ્યફ રીતિથી સાધ્વી આચાર પાલન કરતાં કરતાં દિવસ જવા લાગ્યાં. અને દિવસેના વ્યતીત થવાથી સાથે સાથે ગર્ભ પણ વધવા લાગે ત્યારે સાધ્વીઓને પદ્માવતિ ગર્ભિણી લેવાની વાત જાણવા મળી. તેમણે તેને ગર્ભનું કારણ પૂછયું. પ્રત્યુતરમાં તેણે વિનય પૂર્વક સાધ્વીજીને કહ્યું કે, “ આપ લેક મને ગર્ભ સંપન જાણીને દીક્ષા નહીં આપો” એવા ભયથી મેં આપનાથી મારા ગર્ભની વાત છુપાવી હતી. સાધવી એ કઈ સુયાણીને તેના ગર્ભના સમાચાર કહેવરાવ્યા. પ્રસુતિને જ્યારે ઠીક સમય આવ્યો ત્યારે રાણેએ રેહણાચળની ભૂમિ જેમ મણીને ઉત્પન્ન કરે છે તેમ એક પુત્ર રત્નને જન્મ આપે. પુત્રને જન્મ થતાંની સાથે જ તેને સ્મશાનમાં છેડી દીધો. અને એ બાળકને કણ લઈ જાય છે એ વાત જાણવાને માટે તથા ઉપદ્રવથી તેની રક્ષા કરવાના માટે તે પોતે એ સ્થળે એક બાજુ છુપાઈને ઉભી રહી અને છુપાએલી હાલતમાં ખૂબ પ્રેમપૂર્વક નવા જન્મેલા બાળકને જોતી રહી એવામાં એક નીવ-શી ચાંડાલ ત્યાં આવ્યું અને બાળકને લઈને ચાલ્યો ગયો. ઘેર જઈને તેણે તે બાળક પોતાની સ્ત્રીને સેંપી દીધું આ બધું જોઈને પછીથી સાધ્વી પદ્માવતી પણ ઉપાશ્રયમાં ચાલી ગઈ. ચંડાલે તેનું નામ અવકણુંક રાખ્યું.
કાદવમાં જે પ્રકારે પંકજ-કમળ વધે છે તે પ્રમાણે અવકર્ણક પણ તે ચંડાબને ત્યાં પાલણપે પણ પામીને નિરંતર વધવા લાગ્યો. બાળકના શરીરમાં જન્મતાંની સાથે જ રક્ષકડ્રનો રોગ હતો આ કારણે તેને ખંજવાળવાનું ઘણું જ પ્રિય લ ગતું હતું. જ્યારે તે બાળક ચંડાલ બાળકની સાથે ખેલતો ત્યારે તેમને એ કહેતે કે હું તમારો રાજા છું. તમે સઘળા મને કર આપે એની એ વાત ઉપરથી બાળકે તેને કહેતા કે કહે અમે તમને શું કર આપીએ ? ત્યારે તે તેમને કહે કે તમે બધા મને ખૂબ ખજવાળતાં રહે. ફકત આ જ કર તમારે મને આપવાનો છે. અને એથી હું તમારા ઉપર સંતુષ્ટ રહીશ. તેની આ વાત સાંભળીને સઘળા બાળકે મળીને તેને ખજવાળતા. આથી બાળકોમાં કયન પ્રિય હોવાથી તેનું નામ કરકÇ રાખી દીધું. ગુણ ક્રિયા આદિના નિમિત્તથી નામ પણ ફરી જાય છે અને એની જગ્યાએ બીજુ નામ પડે છે. મેટ થતાં હતાં કરકન્વ પ્રૌઢ અવસ્થાએ પહોંચે ત્યારે તે સમશાનની રખેવાળી કરવામાં લાગી ગયે. કેમ કે, ચંડાલ કોમમાં આ કામ પ્રતિષ્ઠિત મનાય છે. એક દિવસની વાત છે કે, જ્યારે આ સમશાનમાં બે મુનિરાજ-ગુરૂશિષ્ય ધ્યાન કરવા માટે આવ્યા. આમાં ગુરૂ દંડના લક્ષણેના જ્ઞાતા હતા. તેમણે એક વાંસને જોઈને પિતાની સાથેના શિષ્યને તે બતાવીને કહ્યું કે, ભૂમિમાં રહેલા આ ચતુર અંગુલ ભાગ સહિત વસિના દંડને જે કઈ ગ્રહણ કરે છે તે રાજા
ઉત્તરાધ્યયન સૂત્ર : ૩
૯૯