Book Title: Agam 30 Mood 03 Uttaradhyayana Sutra Part 03 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
ધારણ કરી લીધી. વજનભકુમારે ન્યાયનાતિ અનુસાર રાજ્યનું સંચાલન કરીને પ્રજાને ખૂબજ સંતોષ આપે. આ પ્રમાણે રાજ્ય કરતાં કરતાં જયારે તેમની આયુને ઘણો સમય વ્યતીત થઈ ચૂકી ત્યારે વજનાભ રાજાએ પણ પોતાના ચક્ર યુધ નામના પુત્રને રાજ્ય સંચાલન કરવા માં ગ્ય જાણીને તેને રાજ્યગાદી સપ્રદ કરો ક્ષે મકર નામના આચાર્યની પાસે તેમણે મુનિદી ધા રક્ષ કરી લીધી દક્ષિત થતાજ વજાનાભ મુનિરાજે અત્યંત કઠાણ એવા તીવ્રતાપે તપવાને પ્રારંભ કરી દીધો અને પરીષહેને શાંતિભા વથી સહન કરવા એ તફજ પોતાને સઘળે સમય વ્યતીત કરવાનો પ્રારંભ કરી દે છે આ પ્રકારે તેમને ક્રમશઃ આકાશ ગમન આદિ અનેક લબ્ધિ પ્રાપ્ત થઈ ગઈ. એક દિવસ વજીનાભ મુનિરાજે પોતાના ગુરૂદેવ પાસેથી એકાકી વિહાર કરવાની આજ્ઞા પ્રાપ્ત કરી લીધી. આ પછી તેઓ
એકાકી વિહાર કરતા આકાશ માર્ગથી સુકછ વિજયમાં પહોંચ્યા. ત્યાં પહોંચીને વિહાર કરતાં કરતાં તેઓ ભયંકર જગલની અંદરના જવલનગિરિ પર્વત ઉપર પહોંચ્યા. જે સમયે મુનિરાજ આ પર્વત ઉપર પહોંચ્યા એ સમયે સર્ય અસ્તાચળ તરફ જઈ રહેલ હતા. આથી સત્વશાળી એ મુનીરાજ એ પર્વતની એક ગુફામાં કાર્યોત્સર્ગ કરીને રોકાઈ ગયા.
- જ્યારે પ્રાત:કાળને સમય થયો ત્યારે અને સૂર્યને ઉદય થયો ત્યારે એની રક્ષામાં પરાયણ એવા મુનિરાજે ત્યાંથી નીકળીને વિહાર કરી દીધું. આ સમયે એક કરગાહક નામને ભીલલ પણ પોતાના સ્થાનમાંથી શિકાર કરવા માટે નિકળી પડેલ હતે. આ ભીલને જીવ તે બીજે કાઈ નહીં પરંતુ નરકમાંથી નીકળેલ સર્પને જીવ હતું. જે અનેક પર્યાયમાં ભ્રમણ કરીને આ ભીલની પર્યાયમાં ઉત્પન્ન થયેલ હતો ત્યારે તે શિકાર માટે નીકળે ત્યારે તેની દૃષ્ટિ સહથી પ્રથમ મુનિરાજ ઉપર પડી. એમને જોતાં જ પૂર્વભવના વેરના કારણે તેને સ્વભાવ ગરમ થઈ ગયું. તેણે વિચાર કર્યો કે, ઘેરથ નીકળતાંજ મને આ અપશુકન થયેલ છે. આથી તેણે ધનુષ ઉપર તીક્ષ્ણ બાણ ચડાવીને મુનિરાજના હૃદય ઉપર માર્યું. તેનાથી વીંધાઈને મુનિરાજ “નમો અરિહંતાણું” કહેતાં કહેતાં જમીન ઉપર બેસી ગયા, અને ભક્ત પ્રત્યાખ્યાન કરીને તેમજ સઘળાં અને ક્ષમા આપીને અને તેમની પાસેથી પિતાના દેની ક્ષમા માગીને શુભધ્યાન પૂર્વક પ્રાણોને પરિત્યાગ કરી દીધા.
આ છઠ્ઠો ભવ થયો.
સાતમે લલિતાંગ દેવનો ભવ:– એ મુનિરાજ આ પ્રકારે મરીને મધ્યમ ગ્રેવેયકમાં લલિતાંગ નામના દેવ થયા. તથા સ્વભાવતઃ દુષ્ટ એવે એ ભીલ મરીને રૌરવ નામના સાતમા નરકમાં નારકી થયે
આ સાતમે ભવ થયે આઠમે સુવર્ણબાહુને ભવ આ પ્રકારે છે– વજનાભને જીવ મધ્યમ ગ્રેવેયકની સ્થિતિ જોગવતાં ભગવતાં એ આયુને
ઉત્તરાધ્યયન સૂત્ર : ૩
૨૫૩