Book Title: Agam 30 Mood 03 Uttaradhyayana Sutra Part 03 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
ક્રોધના આવેશમાં આવીને મહા વિષિલા એવા સર્પોને ઉત્પન્ન કર્યા કે જેની દૃષ્ટિમાં વિષ ભર્યું હતું. જે ભયંકર એવા કુત્કાર કરી રહ્યા હતા જે યમના બાહ દંડના જેવા લાંબા અને પ્રચંડ હતા. ઉપરાંત ખૂબ જ ઝેરીલા એવા વીછીંન્ને પણ તેણે પિતાની વૈકિય શક્તિથી ઉત્પન્ન કર્યા. આજ પ્રમાણે ભૂંડ, ડુક્કર આદિ જાનવરોને, તેમજ ભયંકર એવા મુડમાળાને ગ્રહણ કરેલ એવા ભૂતને, પ્રેતેને પણ તેણે ઉત્પન્ન કર્યા છતાં આ સઘળા પ્રભુને ધ્યાનમાંથી ચલિત કરવામાં સફળ ન બન્યા. જેમ મચ્છર વજીને ભેદવામાં અસમર્થ હોય છે એજ રીતે એ સઘળા ભગવાનને ચલાયમાન કરવામાં અસમર્થ થયા. અંતે દરેક પ્રકારે પરાજીત બનીને કમઠના જીવ એ અસુરે મેઘને ઉત્પન્ન કર્યા, વિજળીને ચમકાવી, કે જેનાથી સઘળી દિશાઓ પ્રકાશિત થઈ જતી હતી. સાથે સાથે એ અસુરે એ પણ વિચાર કર્યો કે, મારા પૂર્વભવના આ શત્રુને અગાધ જળમાં ડૂબાડીને મારી નાખું. આ પ્રકારના દુષ્ટ વિચારથી ઓતપ્રેત બનીને તેણે મુસળધાર પાણી વરસાવ્યું આ વરસાદથી પૃથવી સમુદ્રમય બની ગઈ. પાર્વપ્રભુ એ પાણીમાં ડૂબી ગયા. પદ્મ હદમાં જે રીતે કમળ શાભે છે. એ જ રીતે એ સમયે પ્રભુનું સુખ એ પાણીમાં ડૂબેલું દેખાતું હતું. આ સ્થિતિમાં નાગરાજ ધરણેન્દ્રનું આસન કંપાયમાન થયું એણે એ જ વખતે અવધિજ્ઞાનથી પ્રાર્થપ્રભુની સઘળી હકીકત જાણીને પદ્માવતી અને બીજી પોતાની દેવી સાથે ત્યાં આવ્યું અને આવીને તેમને નમન કરીને તેણે પ્રભુની પાછળ ઉભા રહીને તેમનાં મસ્તક ઉપર પિતાની સાત ફેણોને છત્ર રૂપે ધરી દીધી તથા પોતાની વિક્રિય શકિત દ્વારા લાંબી ડાંડીવાળા કમળની રચના કરી તેને પ્રભુના ચરણ નીચે સિંહાસન રૂપે રાખી દીધું. આથી દેવતાઓએ વીણું મૃદંગ આદિ વાજીની ધ્વનીથી દિગંતને વ્યાપ્ત કરી દીધી. આવી સ્થિતિમાં સમતાના ભંડાર એવા એ પ્રભુ રાગદ્વેષથી રહિત જ રા એમને ન તો કમઠ ઉપર ક્રોધ થશે કે, ન તે ધરણેન્દ્ર તરફ રાગ ઉત્પન્ન થયો. પર તુ અહંકારની સાથે મુસળધાર પાણીને વરસ વવા વાળા એ અસુરને જોઈને ધરણેન્દ્રને કેાધ આવ્યો અને કેધના એ આવેશમાં તેણે તેને કહ્યું કે, હે દુષ્ટ ! શા માટે તું આ પ્રકારનું અકાર્ય કરવા માટે તત્પર બની રહ્યો છે જે હું આ દયાસાગર પ્રભુને એક દાસ છું. ભલે પ્રભુ તારા આ કાર્યને સહન કરી લે. પરંતુ હું સહન કરીશ નહીં. અરે મૂર્ખ ! પ્રભુએ કૃપાના ભંડાર એવા આ તારૂં શું બગાડ્યું છે. તું
જ્યારે પંચાગ્નિ તપ કરી રહ્યો હતો. ત્યારે એક લાકડામાં બળતું નાગ નાગણનું એક યુગલ તને બતાવ્યું એ કામ પ્રભુએ તને પાપથી બચાવવા માટે ફકત કરૂણ બુદ્ધિથીજ કરેલા હતું. ઠેષ બુદ્ધિથી નહીં. છતાં પણ જો તું કેટલો કૃતની છે કે, પિતાના ઉપકાર કરવાવાળા ઉપર પણ અટલે અપકાર કરી રહ્યો છે. ધિકકાર છે તારી આ બુદ્ધિને કે, જે તને તારા ઉપર ઉપકાર કરનાર ઉપર પણ અપકાર કરવાનું સુજાડે છે. પ્રભુએ તો તારો કેઈ અપકાર કરેલ નથી. કેવળ પાપના નિવારણ રૂપ ઉપકાર જ કરેલ છે. સાચું છે કે ઘુવડ જે પ્રમાણે જગતને પ્રકાશ આપનાર એવા સૂર્યને
ઉત્તરાધ્યયન સૂત્ર : ૩
૨૬૭