Book Title: Agam 30 Mood 03 Uttaradhyayana Sutra Part 03 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
પ્રભુએ વિચાર્યુ· કે ધન્ય છે એ અરિષ્ટ નેમિનાથને કે, જેએએ કુમાર અવસ્થામાં જ પેાતાનામાં ગઢ અનુરકૃત એવી રાજીમતીના પરિત્યાગ કરીને વ્રત ગ્રહણ કર્યું. હું પણ આવી જ રીતે નિઃસંગ બની શકુ છું. પ્રભુએ આ પ્રકારના વિચાર કરતાં જ તે સમયે તેમની સ મે લેાકાતિક દેવેએ આવીને તેમને પ્રણામ કર્યાં અને તીથ પ્રવન માટે તેમને પ્રાથના કરી. પ્રભુએ કુબેર દ્વરા ભરાયેલા ભડારથી યાક દાન દઈને માતા પિતા પાસે વ્રત ગ્રહણ કરવાની આજ્ઞા માગી. માતા પત ની આજ્ઞા મેળવીને ભગવાને સ` વિરતીને ધારણ કરી. આ સમયે અશ્વસેન આદિ નરેન્દ્રોએ તથા શક આદિ દેવેન્દ્રોએ પાશ્ર્વ પ્રભુની દીક્ષાના મહે।ત્સવ ખૂબ ઢાઠમાઠથી મનાવ્યા. પ્રભુની પાલખીને સહુથી પ્રથમ દેવાએ પોતાના ખભા ઉપર ઉપાડી અને તેને આશ્રમપદ ઉદ્યાનની પાસે લઈ ગયા. દેવાએ એ સમયે દુદુભીના નાદોથી આકાશ અને પૃથ્વીને ગુંજીત મનાવી દીધાં. ભગવાન જ્યારે ઉદ્યાનમાં પહેાંચ્યા ત્યારે તેઓ પાલખીમાંથી એવી રીતે ઉતર્યા કે, તેમનુ મન મમત્વથી જે રીતે ઉતયુ” હતું. ભગવાનની અવસ્થા આ સમયે ફકત ત્રીસ વર્ષની હતી. આ અવસ્થામાં પત્તુ પ્રભુએ પોતાના શરીર ઉપરનાં સધળાં આભૂષણને ઉતારી નાખ્યા અને કેશેાને પોતાના જ હાથથી પંચમુષ્ટી લેાંચન કરીને શકેન્દ્રે આપેલ દેવદુલ ભ વસ્ત્રને ધારણ કર્યાં. ભગવાનની સાથે ત્રણસે રાજાએએ દીક્ષા ધારણ કરી દીક્ષા ઘારણ કરતાં જ પ્રભુને ચાથા મનઃપયજ્ઞાનની પ્રાપ્તિ થઈ ગઈ. દીક્ષા ગ્રહણ કરીને ભગવાન ભારડ પક્ષીની માફક અપ્રમત્ત બનીને પૃથ્વી મંડળ ઉપર વિહાર કરવા લાગ્યા.
એક સમય પ્રભુ વિહાર કરતાં કરતાં નગરની નજીકમાં આવેલા એવા એક તાપસેાના આશ્રમમાં પહેચ્યા. આ વખતે સાયંકાળના સમય હતેા પ્રભુ ત્યાં પહેાંચીતે એક ટેકરા ઉપરના વટ વૃક્ષની નીચે પ્રતિમાની માફક નિશ્ચેષ્ટપણે ઉભા રહી ગયા. મેઘમાલીએ આ અવસર ઉપર પેાતાના અધિજ્ઞાન દ્વારા પૂર્વ ભવને સઘળે! વૃત્તાંત જાણીને ક્રોધના આવેશમાં આવી જઇને ઉપસર્ગ કરવાના અભિપ્રાયથી ત્યાં આવ્યા. આવતાં જ તેણે પોતાની વૈક્રિય શકિતથી સિંહાને ઉત્પન્ન કર્યો. એ સિહ ભયંકર એવા રૂપાળા હતા. અને પેતાના પુછડાના પછાડવાથી પતાને પણ કપાયમાન બનાવે તેવા હતા તેમના નખ અંકુશના જેવા હતા. તેઓ એ ભગવાનને પેાતાના ય નથી ચલાયમાન કરવારો ખૂબ પ્રયત્ન કર્યાં. તેમને ભયભીત કરવા માટે અનેકવિધ ઉપાય કર્યા. પરંતુ મેરૂ' જેવા અકંપ એ પ્રભુ પેાતાના ધ્યાનથી જ. પણ ચલાયમાન ન થયા. જ્યારે કમઠના જીવ મેઘમાલી અસુરે પ્રભુને ધ્યાનમાં અચલ જાણ્યા ત્યારે તેણે પેાતાની વૈક્રિય શક્તિ દ્વારા ઉત્તુ ંગગિરિ જેવા અને ભારે બળવાળા એવા ગજરાજોને ઉત્પન્ન કર્યો. પ્રભુ એમનાથી પણ અચલ રહ્યા. આ પ્રકારના પેાતાના પ્રયત્નમાં મેઘમાલી દેવ અસફળ થયા ત્યારે તેણે એકદમ
ઉત્તરાધ્યયન સૂત્ર : ૩
૨૬૬