________________
કર્મ અંગે શંકાઓ અને સમાધાનો
શંકા ઃ કર્મ પ્રત્યક્ષ દેખાતા નથી. તો ન દેખાતી વસ્તુ શી રીતે માનવી ? સમાધાન ઃ આના ૫૨ બે પ્રશ્ન છે
પ્રશ્ન (૧) જે ન દેખાય તે વસ્તુ શું જગતમાં હોતી જ નથી ? પ્રશ્ન(૨) તે વસ્તુ તમને દેખાતી નથી માટે ન માનવી ? કે કોઇને ય દેખાતી નથી માટે ન માનવી ?
જવાબ (૧) અનેક કારણો છે કે જેને લીધે હયાત એવી વસ્તુ પણ આપણને દેખાતી નથી, છતાં તે વસ્તુ માનવી તો પડે જ છે. આપણી આંખ આપણને દેખાતી નથી, છતાં શું એ નથી એમ કહેવાય ? દર્પણમાં તો તે દેખાય જ છે, વળી માથામાં ભરાયેલો વાયુ દેખાતો નથી પણ દુખાવાથી ખબર પડે. આજના યુગમાં તારમાં વિદ્યુક્તિ, લોહચુંબકમાં ચુંબકશક્તિ, પરમાણુ વગેરે ન દેખાતી વસ્તુઓ પણ તેમના કાર્ય પરથી મનાય છે તેમ કર્મ પણ ન દેખાવા છતાં તેના કાર્ય પરથી માનવા જરૂરી છે.
કેવા કા૨ણે વસ્તુ હોવા છતાં પણ જણાતી નથી ?
આંખ, પોપચા, કાજળ વગેરે અતિનજીક હોવાને લીધે દેખાતા નથી, રેલ્વે પરના દૂરના તારના થાંભલા અતિદૂર હોવાને લીધે દેખાતા નથી.
(૧)
(૨)
(૩)
જાળિયાના કિરણમાં દેખાતી ‘રજ’ કિરણ વિના અને પરમાણુ વગેરે અતિસૂક્ષ્મ હોવાથી દેખાતા નથી. કર્મ પણ એવા છે.
(૪)
દેરાસરમાંથી નીકળ્યા પછી પ્રભુને મસ્તકે મુગટ હતો કે નહીં એ ખબર નથી તેનું કારણ અનુપયોગ છે.
(૫) પોતાના કાન, માથુ, પીઠ વગેરે દેખાવા અશક્ય હોવાને લીધે દેખાતા
નથી.
(૬)
ચશ્માવાળાને ચશ્મા વિના દેખાતું નથી તેનું કારણ ઇન્દ્રિયની મંદતા છે.
(૭) મોતીનું પાણી, હીરાનું તેજ, તે-તે વ્યવસાય સિવાયના લોકોને જણાતું નથી તેનું કારણ બુદ્ધિની મંદતા છે.
(૮) સૂર્ય વાદળથી ઢંકાયેલો હોવાથી દેખાતો નથી.
જૈન દૃષ્ટિએ કર્મવિજ્ઞાન...