________________
(a) આહાર પર્યાપ્તિ - જે શક્તિથી જીવ આહારના પુદ્ગલોને ગ્રહણ કરે અને તેને રસ અને ખેલરૂપે પરિણમાવે તે. (b) શરીર પર્યાતિ :- જે શક્તિથી જીવ રસ રૂપે પરિણાવેલ પુગલોમાંથી સાત ધાતુરૂપ શરીર બનાવે તે. (c) ઇન્દ્રિયપર્યાતિ :- જે શક્તિથી જીવ શરીરમાંથી ઇન્દ્રિયો બનાવે છે. (4) શ્વાસોચ્છવાસ પર્યાપ્તિ - જે શક્તિથી જીવ શ્વાસોચ્છવાસ વર્ગણાના પુલોને ગ્રહણ કરે, તેને શ્વાસોચ્છવાસરૂપે પરિણાવે અને તેમનું વિસર્જન કરે છે. (e) ભાષા પર્યાપ્તિ – જે શક્તિથી જીવ ભાષા વર્ગણાના પુગલોને ગ્રહણ કરે, તેને ભાષા રૂપે પરિણમાવે અને તેમનું વિસર્જન કરે તે. (f) મન પર્યાપ્તિ - જે શક્તિથી જીવ મનો વર્ગણાના પુગલોને ગ્રહણ કરે, તેને મન રૂપે પરિણમાવે અને તેમનું વિસર્જન કરે તે. એકેન્દ્રિયને ચાર પર્યાપ્તિ હોય છે. વિકલેન્દ્રિયને પાંચ પર્યાપ્તિ હોય છે. પંચેન્દ્રિયને છ પર્યાપ્તિ હોય છે. (૪) પ્રત્યેક નામકર્મ – જે કર્મના ઉદયથી જીવને પોતાનું સ્વતંત્ર જુદું દારિક વગેરે શરીર મળે તે. (૫) સ્થિર નામકર્મ – જે કર્મના ઉદયથી જીવને દાંત, હાડકા વગેરે સ્થિર અવયવો મળે તે. (૬) શુભ નામકર્મ – જે કર્મના ઉદયથી જીવને નાભિની ઉપરના શુભ અવયવો મળે છે. નાભિની ઉપરના અવયવો શુભ ગણાય છે અને નીચેના અવયવો અશુભ ગણાય છે. તેથી જ મસ્તક વગેરેથી કોઇ સ્પર્શ કરે તો આનંદ થાય છે અને પગથી કોઇ સ્પર્શ કરે તો દુઃખ થાય છે. (૭) સુભગ નામકર્મ – જે કર્મના ઉદયથી જીવ ઉપકાર ન કરતો હોવા છતાં બધાને પ્રિય લાગે તે. (૮) સુસ્વર નામકર્મ – જે કર્મના ઉદયથી જીવને સાંભળનારને પ્રીતિ થાય તેવો મધુર સ્વર મળે તે.
હા ૩૮ ) જૈન દૃષ્ટિએ કર્મવિજ્ઞાન...