________________
સામાન્ય ભાવથી બંધાયેલું કર્મ એકવાર ફળ આપીને રવાના થઇ જાય છે. કર્મ બાંધતી વખતે જો વિશેષ ભાવ હોય તો અનુબંધવાળુ કર્મ બંધાય છે. વિશેષ ભાવથી કર્મ બાંધતી વખતે અનુબંધ પડે છે. અનુબંધવાળું કર્મ ઉદયમાં આવે ત્યારે ફરી તેવું કર્મ બંધાવે છે. તેથી એ કર્મની પરંપરા ચાલે છે. સામાન્ય ભાવથી બંધાયેલું કર્મ અનુબંધ વિનાનું બંધાય છે. તેથી તેની પરંપરા ચાલતી નથી.
૧૦૦માં ૯૯ વાર ૧Ó૦ ઉમેરવાથી ૧૦,૦૦૦ થાય છે. ૧૦૦ને એકવાર ૧૦૦ થી ગુણવાથી ૧૦,૦૦૦ થાય છે. તેથી સિદ્ધ થાય છે કે સરવાળા કરતા ગુણાકાર ચઢે છે.
૧૦,૦૦૦ માંથી ૯૯ વાર ૧૦૦ ઓછા કરવાથી ૧૦૦ આવે છે. ૧૦,૦૦૦ ને એકવાર ૧૦૦ થી ભાગવાથી ૧૦૦ આવે છે. તેથી સિદ્ધ થાય છે કે બાદબાકી કરતા ભાગાકાર ચઢે છે.
અનુમોદના ગુણાકાર જેવી છે. શુભ-અશુભ કર્મો બાંધ્યા પછી અનુમોદના કરવાથી કર્મોના ગુણાકાર થાય છે એટલે કે કર્મોના અનુબંધ બંધાય છે, અને તેમના રસ વધે છે, તેથી કર્મોની પરંપરા ચાલે છે.
પશ્ચાત્તાપ-ગહ ભાગાકાર જેવા છે. શુભ-અશુભ કર્મો બાંધ્યા પછી પશ્ચાત્તાપ-ગહ કરવાથી કર્મોના ભાગાકાર થાય છે, એટલે કે કર્મોના અનુબંધ તૂટે છે અને તેમનો રસ ઘટે છે, તેથી કર્મોની પરંપરા ચાલતી નથી.
અનુમોદના બે પ્રકારે છે- ૧) શુભ કાર્યોની અનુમોદના અને ૨) અશુભ કાર્યોની અનુમોદના.
૧) શુભ કાર્યોની અનુમોદના – શુભ કાર્યોની અનુમોદના ત્રણ રીતે
થાય છે૧. મનથી – શુભ કાર્ય કરતી વખતે અને કર્યા પછી આનંદ થવો તે મનથી થયેલી શુભ કાર્યોની અનુમોદના છે. ૨. વચનથી – શુભ કાર્ય કરતી વખતે અને કર્યા પછી સારા વચનો બોલવાથી, પ્રશંસા કરવાથી શુભ કાર્યની વચનથી અનુમોદના થાય છે. ૩. કાયાથી – શુભ કાર્ય કરતી વખતે અને ર્યા પછી તાલી
C૧૨૦D) જેની દષ્ટિએ કર્મવિજ્ઞાન...