Book Title: Vishva Sanchalanno Muladhar
Author(s): Ratnabodhivijay, Sanyambodhivijay
Publisher: Jainam Parivar

View full book text
Previous | Next

Page 170
________________ - જીવ અને કર્મમાં કોણ બળવાન ? બે મિત્રો યાત્રા કરવા ગયા. તેઓ ધર્મશાળામાં ઊતર્યા. આવવામાં મોડુ થયું હોવાથી ભોજનશાળા બંધ થઇ ગઇ હતી. બન્નેને ભૂખ લાગી હતી. એક મિત્ર, “નસીબમાં ભોજન હશે તો મળશે નહીંતર કાલે જમીશું” એમ વિચારી સુવાની તૈયારી કરવા લાગ્યો. બીજા મિત્રે વિચાર કર્યો, “ધર્મશાળાની રૂમોમાં તપાસ કરું. કદાચ ક્યાંય કંઇક ખાવાનું મળી જાય. કોઇક યાત્રાળુ ખાવાના ડબ્બા ભૂલી ગયા હોય તો એ મળી જાય.” આમ વિચારી તેણે ધર્મશાળામાં શોધવાનું શરૂ કર્યુ. એક કલાકની મહેનત બાદ તેને એક રૂમમાંથી પૈડાનો ડબ્બો મળ્યો. તે ખુશ થઇ ગયો. ડબ્બો લઇ તે પોતાની રૂમમાં આવ્યો. તેણે મિત્રને કહ્યું, “જો મેં પુરૂષાર્થ કર્યો તે મને ખાવાનું મળ્યું. લે તું પણ ખા.” પેંડા ખાતા ખાતા મિત્રે કહ્યું, “તને પુરુષાર્થથી ખાવાનું મળ્યું. મને પુણ્યથી અહીં બેઠા બેઠા વિના મહેનતે ખાવાનું મળ્યું.” પહેલો મિત્ર પુરૂષાર્થવાદી હતો. બીજો મિત્ર પ્રારબ્ધવાદી (કર્મવાદી) હતા. એકલા પુરૂષાર્થથી કે એટલા કર્મથી કંઇ મળતું નથી કે કંઇ થતું નથી. પુણ્યકર્મ અને જીવનો પુરૂષાર્થ બન્ને ભેગા થાય છે ત્યારે જ કાર્ય થાય છે. ક્યારેક પુણ્યકર્મ બળવાન બને છે અને કયારેક જીવનો પુરૂષાર્થ બળવાન બને છે. પુણ્યકર્મ બળવાન બને ત્યારે ગણરૂપે જીવનો પુરૂષાર્થ પણ હોય જ છે. જીવનો પુરૂષાર્થ બળવાન બને ત્યારે ગૌણરૂપે પુણ્યકર્મ પણ હોય જ છે. ઉપરના દષ્ટાંતમાં જેને પુરૂષાર્થથી ખાવાનું મળ્યું તેને પણ પુણ્યકર્મનો ઉદય તો હતો જ. જેને પુણ્યથી ખાવાનું મળ્યું તેને પણ પોતાના ઘરથી ધર્મશાળાની તે રૂમ સુધી આવવાનો અને ભોજન માટે હાથ-મુખ ચલાવવાનો પુરૂષાર્થ તો કરવો જ પડ્યો હતો. આમ ક્યારેક કર્મ બળવાન બને છે અને ક્યારેક જીવ બળવાન બને છે. માટે એકલા કર્મના ભરોસે જીવવું નહીં, પણ પુરૂષાર્થ પણ કરવો. પુણ્યકર્મના ઉદયની સાથે પુરૂષાર્થ હોય તો જ કાર્ય થાય. પાપકર્મનો ઉદય હોય, પણ તે વખતે ધર્મમાં પુરૂષાર્થ કરવાથી તે પાપકર્મ દૂર થાય છે. જીવને સંસારમાં ભમવાનો છેલ્લો પુદ્ગલપરાવર્ત ચરમાવર્ત કહેવાય છે. તે પૂર્વેના કાળ અચરમાવર્તકાળ કહેવાય છે. અચરમાવર્તિકાળમાં કર્મ બળવાન હોય છે અને જીવનો પુરૂષાર્થ ગૌણ હોય છે. અચરમાવર્ત કાળમાં જીવ સભાવથી ધર્મ કરતો નથી, તેને આત્મહિતકર ધર્મ કરવાનું મન પણ થતું નથી, તેને “ધર્મ' જ આત્મહિતકર થાય એવા અક્ષરોનું શ્રવણ પણ થતું નથી. વિથસંચાલનનો મૂલાધાર હC૧૪૯ 9 )

Loading...

Page Navigation
1 ... 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180