Book Title: Vishva Sanchalanno Muladhar
Author(s): Ratnabodhivijay, Sanyambodhivijay
Publisher: Jainam Parivar

View full book text
Previous | Next

Page 178
________________ સહિત આપણે એ દેવુ ચુકવવાનું છે. જેમ પુણ્યોદયનું લેણું લેવાના આપણે હકદાર છીએ તેમ પાપોદયનું દેવું ચૂકવવાની આપણી ફરજ છે. સજ્જન માણસ લેણું લેવામાં હજી મોડું કરે પણ દેવું ચુકવવામાં મોડુ ન કરે. વહેલી તકે એ દેવું ચુકવી દે. દેવું અને ભારરૂપ લાગે. તેથી દેવું ચુકવતા એને ભાર ઓછો થયાનો અનુભવ થાય. તેથી દેવું ચૂકવતા તે ખુશ થાય. ધર્માત્મા પુણ્યોદયને ભોગવવામાં હજી મોડું કરે, પણ પાપોદયને તો વહેલાસર સહન કરે. પાપો તેને બોજરૂપ લાગે. તેથી પાપોદય થતાં બોજ ઓછો થશે એમ વિચારી તે ખુશ થાય. પુષ્યોદય જેમ આપણને ગમે છે તેમ પાપોદય પણ આપણને ગમવો જોઇએ. પાપોદયથી પ્રતિકુળતાઓ આવે છે. રોગ આવે, કોઇ અપમાન કરે, કોઇ ગાળ આપે, કોઇ મારે, કોઇ પૈસા દબાવી દે, કોઇ હેરાન કરે, કોઇ નુકશાન થાય, કોઇ આપત્તિ આવે ત્યારે એમ વિચારવું કે આ પાપોદયનું દેવું ચૂકતે થાય છે. આમ વિચારવાથી આર્તધ્યાન થતું અટકી જાય છે અને વિપરીત પરિસ્થિતિને સમભાવે સહન કરી શકાય છે. પ્રતિકૂળતામાં નુકસાન દેખાય છે માટે દુઃખી થવાય છે. પ્રતિકૂળતામાં પાપનું દેવું ચુકવાયાનો લાભ દેખાય તો આનંદ થાય, હસતા મોઢે પ્રતિકૂળતા સહેવાય, સામે ચાલીને પ્રતિકૂળતા સહેવાનું મન થાય. આજ સુધી ભલે પ્રતિકૂળતાઓનો તિરસ્કાર કર્યો. હવેથી પ્રતિકુળતાઓને આવકાર આપતા શીખીએ. કર્મવાદને સમજેલો આ તત્ત્વજ્ઞાનને બરાબર સમજે છે. તેથી પ્રતિકુળતાઓ આવે ત્યારે “પાપોદયનું દેવું ચૂકતે થાય છે. એમ વિચારી હસતા મોઢે તે પ્રતિકૂળતાઓને સહે છે. ૧૦. કર્મવાદને સમજેલી વ્યક્તિ જીવન જીવવાની કળા શીખી જાય છે. “અનુકુળતા કે પ્રતિકૂળતા કર્મના ઉદયથી આવે છે.” એમ સમજીને એ સુખમાં મમતાને મૂકીને રહે છે અને દુઃખમાં સમતાને રાખીને રહે છે. તેથી તે સદા પ્રસન્ન રહે છે. તે ક્યારેય જીવનથી કંટાળતો નથી. દરેક પ્રસંગમાંથી પોતાને થતો લાભ તે શોધી કાઢે છે. તેથી તે સદા આનંદમાં રહે છે. ૧૧. કર્મવાદ ભણ્યા પછી “કર્મ જીવને કેવો ઊંચે ચઢાવે છે અને ક્યાંય નીચે પટકી દે છે' એનું ભાન થવાથી સંસાર પ્રત્યે વૈરાગ્ય થાય છે. ૧૨. જુના વસ્ત્રો ફાટતા માણસ તેમને ફેંકી નવા વસ્ત્રો પહેરે છે. ઘર જુનું થતાં માણસ તેને બદલી નવા ઘરમાં રહેવા જાય છે. પેન બગડી જતા માણસ તેને ફેંકી નવી પેનથી લખે છે. આ બધામાં માણસને જુનું છોડ્યાનું દુઃખ નથી હોતું પણ નવું મળ્યાનો આનંદ હોય છે. આયુષ્ય વિશ્વસંચાલનનો મૂલાધાર ૧૫૭ )

Loading...

Page Navigation
1 ... 176 177 178 179 180