________________
(c) મૃદુસ્પર્શ નામકર્મ – જે કર્મના ઉદયથી જીવનું શરીર માખણ વગેરેની
જેમ કોમળ થાય તે. (d) કર્કશસ્પર્શ નામકર્મ – જે કર્મના ઉદયથી જીવનું શરીર પથ્થર વગેરેની
જેમ કર્કશ થાય છે. (e) શીતસ્પર્શ નામકર્મ – જે કર્મના ઉદયથી જીવનું શરીર કમળની દાંડી
વગેરેની જેમ ઠંડુ થાય તે. (f) ઉષ્ણસ્પર્શ નામકર્મ – જે કર્મના ઉદયથી જીવનું શરીર અગ્નિ વગેરેની
જેમ ગરમ થાય તે. (g) સ્નિગ્ધસ્પર્શ નામકર્મ – જે કર્મના ઉદયથી જીવનું શરીર તેલ વગેરેની
જેમ ચીકાશવાળુ થાય તે. (h) રૂક્ષસ્પર્શ નામકર્મ – જે કર્મના ઉદયથી જીવનું શરીર રાખ વગેરેની જેમ
લખુ થાય તે. ૧૩) આનુપૂર્વી નામકર્મઃ જે કર્મના ઉદયથી વક્રગતિથી પરભવમાં જતાં જીવની
આકાશપ્રદેશોની શ્રેણિ અનુસાર ગતિ થાય તે. મૃત્યુ પામીને પરભવમાં જનારા જીવની આકાશપ્રદેશની સમશ્રેણિ અનુસાર ગતિ થાય છે. તે બે પ્રકારે છે. (a) જુગતિ – જો પરભવનું ઉત્પત્તિસ્થાન સમશ્રેણિમાં સીધી લાઇનમાં
જ આવી જતું હોય તો જીવ મરણ પછી એક જ સમયમાં ત્યાં પહોંચી જાય છે. આ ઋજુગતિ કહેવાય છે. ઋજુગતિમાં આનુપૂર્વી નામકર્મનો
ઉદય હોતો નથી. (b) વક્રગતિ – જો પરભવનું ઉત્પત્તિસ્થાન સમશ્રેણિમાં ન હોય તો જીવ
કાટખૂણે (રાઇટ એંગલે) વળીને ત્યાં પહોંચે છે. આ વક્રગતિ કહેવાય છે. લોકમાં પરભવના વિવિધ ઉત્પત્તિસ્થળે પહોંચતા મુખ્યતમા વધુમાં વધુ ત્રણ વળાંક અને ચાર સમય થાય છે અથવા ક્યારેક ચાર વળાંક અને પાંચ સમય પણ થાય છે. તેમાં છેલ્લા સમયે જીવ આહારી હોય છે. તે સિવાયના સમયમાં જીવ અણાહારી હોય છે, એટલે કે તેજસકાર્મણ પુદ્ગલો સિવાયના કોઇપણ પુગલોને ગ્રહણ કરતો નથી. વક્રગતિમાં અનાહારકપણામાં આનુપૂર્વી નામકર્મનો ઉદય હોય છે.
આનુપૂર્વી નામકર્મના ચાર ભેદ છે. તે આ પ્રમાણેવિશ્વસંચાલનનો મૂલાધાર (૩૫ )