________________
ક્ષપકશ્રેણિ
કર્મોનો ક્રમશઃ ક્ષય કરવો તે ક્ષપકશ્રેણિ. અતિવિશુદ્ધ પરિણામવાળો, ૧લા સંઘયણવાળો, ૪થા થી ૭મા ગુણસ્થાનક સુધીમાં ૨હેલો, ધર્મધ્યાનવાળો, ૮ વર્ષની ઉપરનો મનુષ્ય ક્ષપકશ્રેણિ માંડે. ૧૪ પૂર્વધર અપ્રમત્ત સાધુ શુક્લધ્યાનમાં પણ ક્ષપકશ્રેણિ માંડે.
૧. પહેલા અનંતાનુબંધી ૪ એકસાથે ખપાવે.
૨. તેનો અનંતાનુબંધી-૪ નો અનંતમો ભાગ મિથ્યાત્વમોહનીયમાં નાંખી બન્નેને એક સાથે ખપાવે. ૩. | મિથ્યાત્વમોહનીયનો અનંતમો ભાગ મિશ્રમોહનીયમાં નાંખી બન્નેને એક સાથે ખપાવે.
૪.
મિશ્રમોહનીયનો અનંતમો ભાગ સમ્યક્ત્વમોહનીયમાં નાંખી બન્નેને એક સાથે ખપાવે.
૫. | ત્યારપછી તે કૃતકરણ કહેવાય. ક્ષપકશ્રેણિ માંડતાં પૂર્વે જેણે આયુષ્ય બાંધ્યું હોય તે કૃતકરણ અવસ્થામાં અવસ્થામાં મૃત્યુ પામે તો બાંધેલા આયુષ્ય પ્રમાણે ચારમાંથી એક ગતિમાં જાય. જો તે કૃતકરણ અવસ્થામાં મૃત્યુ ન પામે, તો પણ દર્શન ૩ + અનંતાનુબંધી ૪ = દર્શન ૭ના ક્ષય પછી સ્થિર રહે, ચારિત્રમોહનીયને ખપાવે નહીં. ક્ષપકશ્રેણિ માંડતાં પૂર્વે જેણે આયુષ્ય ન બાંધ્યું હોય તે દર્શન ૭ના ક્ષય પછી અવશ્ય ચારિત્ર મોહનીયને ખપાવે, તે આ પ્રમાણે
૬. | પહેલા અપ્રત્યાખ્યાનીય ૪, પ્રત્યાખ્યાનીય ૪ આ ૮ને ખપાવવાનું શરૂ કરે. તેમને અડધા ખપાવી વચ્ચે થિણદ્ધિ ૩, વિકલેન્દ્રિય ૩, તિર્યંચ ૨, નક ૨, સ્થાવર ૨, આત૫ ૨, એકેન્દ્રિય, સાધારણ-આ ૧૬ને ખપાવે. પછી ૮ કષાયોનો બાકીનો ભાગ ખપાવે.
૧૦૪
૪ થા
થી ૭મા
ગુણસ્થાનક
સુધી
૯ માં
ગુણસ્થાનકે
જૈન દૃષ્ટિએ કર્મવિજ્ઞાન...