________________
ઉદયમાં આવે તે ઉદીરણા કરણ. જે કર્મ ૨૫ વર્ષ પછી ઉદયમાં આવવાનું
હતું તે કર્મ ઉદીરણાકરણ વડે હમણા ઉદયમાં આવી શકે છે. ૬. ઉપશમનાકરણ :- જે શક્તિથી કર્મો ઉદય, ઉદીરણાકરણ, નિધત્તિકરણ
અને નિકાચનાકરણ માટે અયોગ્ય બને તે ઉપશમનાકરણ. ઉપશમનાકરણથી કર્મોના ઉદય, ઉદીરણા, નિધત્તિ અને નિકાચના થઇ શકતા નથી. રસ્તા પરની ધૂળ પવનથી ઉડતી હોય છે. તેની ઉપર પાણી છાંટી રોલર ફેરવી દેવાથી તે ધૂળ દબાઇ જાય છે. હવે તે ઉડી શકતી નથી. તેમ ઉપશમના-કરણથી કર્મો દબાઇ જતા હોવાથી તેમના ઉદય, ઉદીરણા, નિધત્તિ અને નિકાચના થતા નથી. કચરાવાળું પાણી ગ્લાસમાં આવ્યું હોય તો થોડી વાર તેને એમને એમ રહેવા દેવાથી કચરો નીચે બેસી જાય છે અને ઉપરનું પાણી ચોકખ થઈ જાય છે. જેમ સ્પ્રીંગ ઉપર વજન મુકવાથી તે દબાઇ જાય છે. તેમ ઉપશમનાકરણથી કર્મો બેસી જવાથી આત્મા થોડા સમય માટે તેમના (કર્મોના) ઉદય, ઉદીરણા, નિધત્તિ અને નિકાચના વિનાનો થઇ જાય છે. થોડા દિવસ પછી પાણી સુકાઇ જવાથી અને લોકોની અવરજવર થવાથી ધૂળ ફરીથી ઉડવા લાગે છે. પાણીના ગ્લાસને હલાવવાથી ફરી પાણી ડહોળુ થઇ જાય છે. વજન હટાવી લેવાથી સ્પીંગ ફરી પોતાના મૂળસ્વરૂપમાં આવી જાય છે. તેમ ઉપશમનાકરણ પૂરું થઇ જતા કર્મોના ઉદય, ઉદીરણા, નિધત્તિ અને નિકાચના ફરી શરૂ થઇ
જાય છે. ૭. નિધત્તિકરણ – જે શક્તિથી કર્મો ઉદ્વર્તનાકરણ અને અપવર્તનાકરણ
સિવાયના અન્ય કિરણોને અયોગ્ય બને તે નિધત્તિકરણ. જે કર્મોને નિધત્તિકરણ લાગ્યું હોય તેમના સ્થિતિ અને રસમાં વધ-ઘટ થઇ શકે,
પણ તે કર્મોમાં કોઇ ફેરફારો ન થઈ શકે. ૮. નિકાચનાકરણ – જે શક્તિથી કર્મો બધા કરણોને અયોગ્ય બને તે
નિકાચનાકરણ. જે કર્મોને નિકાચનાકરણ લાગ્યું હોય તેમને બીજા કોઇ કરણો લાગી ન શકે, એટલે કે તે કર્મોમાં હવે કોઇ ફેરફાર ન થઇ શકે, તે અવશ્ય ભોગવવા જ પડે. તપથી નિકાચિત કર્મોનો પણ ક્ષય થાય છે.
હC૧૧૨D ) જેની દષ્ટિએ કર્મવિશાન..