________________
આઠ કરણોને સમજાવતું દૃષ્ટાંત
એક નગરમાં હેમેન્દ્ર, જિતેન્દ્ર, ધર્મેન્દ્ર, નરેન્દ્ર, મહેન્દ્ર, સુરેન્દ્ર અને રાજેન્દ્ર નામના સાત મિત્રો રહેતા હતા. કોઇક ગુના હેઠળ તેમની ધ૨પકડ કરવામાં આવી. કોર્ટમાં કેસ ચાલ્યો. કોર્ટે હેમેન્દ્રને બે વર્ષ જેલમાં રહીને પથ્થર તોડવાની સજા ફરમાવી. જિતેન્દ્ર, ધર્મેન્દ્ર, મહેન્દ્ર, સુરેન્દ્ર અને રાજેન્દ્રને બે વર્ષની જેલની સજા ફરમાવી. નરેન્દ્રને બે વર્ષ પછી બે વર્ષની જેલની સજા ફરમાવી. સાતે મિત્રો ઉપલી કોર્ટમાં ગયા. ઉપલી કોર્ટે સાતેની સજામાં નીચે પ્રમાણે ફેરફાર કર્યા.
૧.
હેમેન્દ્રને જેલમાં રહીને બે વર્ષ પથ્થર તોડવાની સજાની બદલે જેલમાં રહીને બે વર્ષ ખોદકામ કરવાની સજા ફરમાવી.
૨.
જિતેન્દ્રને બે વર્ષની જેલની બદલે ત્રણ વર્ષની જેલની સજા ફરમાવી. ૩. ધર્મેન્દ્રને બે વર્ષની જેલની બદલે એક વર્ષની જેલની સજા ફરમાવી.
૪. નરેન્દ્રને બે વર્ષ પછી બે વર્ષની જેટલી સજાની બદલે તાત્કાલિક બે વર્ષની જેલની સજા ફરમાવી.
છ
૫. મહેન્દ્રની બે વર્ષની જેલની સજા ચાલુ રાખી, પણ વચ્ચે છ મહિના પેરોલ ૫૨ જવાની છૂટ આપી. તેથી જેલમાં માત્ર દોઢ વર્ષ રહેવા છતા તેની બે વર્ષની સજા ગણાઇ જશે.
૬. સુરેન્દ્રને કહ્યું કે તારી બે વર્ષની જેલની સજાની મુદતમાં વધ-ઘટ થઇ શકશે, બીજા કોઇ ફેરફાર નહીં થાય.
૭. રાજેન્દ્રને કહ્યું કે તારી બે વર્ષની જેલની સજામાં કોઇ ફેરફાર નહી થાય. હવે આ દૃષ્ટાંતના આધારે આઠ કરણોને સમજીએ
૧. નીચલી કોર્ટે ફરમાવેલી સજા તે બંધનકરણ. નીચલી કોર્ટે સજા નક્કી કરી તેમ બંધનકરણ થી કર્મના પ્રકૃતિ, સ્થિતિ, ૨સ અને પ્રદેશ નક્કી થાય છે. ૨. હેમેન્દ્રને પથ્થર તોડવાની બદલે ખોદકામ કરવાની સજા થઇ. સજાની ટ્રાન્સફર થઇ. તેમ સંક્રમરણથી નીચગોત્રકર્મ ઉચ્ચગોત્રકર્મમાં ટ્રાન્ફર થાય છે.
જિતેન્દ્રની બે વર્ષની સજા ત્રણ વર્ષની થઇ. તેમ ઉદ્ધર્તનાકરણથી કર્મોના સ્થિતિ અને રસ વધે છે.
વિશ્વસંચાલનનો મૂલાધાર
૩.
૧૧૩