________________
૬) વૈક્રિય તૈજસ બંધન નામકર્મ : જે કર્મના ઉદયથી ગૃહીત કે ગૃહ્યમાણ વૈક્રિય પુદ્ગલોની સાથે ગૃહીત કે ગૃહ્યમાણ તેજસ પુદ્ગલોનો સંબંધ થાય તે.
૭) વૈક્રિય કાર્મા બંધન નામકર્મ : જે કર્મના ઉદયથી ગૃહીત કે ગૃહ્યમાણ વૈક્રિય પુદ્ગલોની સાથે ગૃહીત કે ગૃહ્યમાણ કાર્યણ પુદ્ગલોનો સંબંધ થાય તે.
૮) વૈક્રિય તેજસ કાર્પણ બંધન નામકર્મ : જે કર્મના ઉદયથી ગૃહીત કે ગૃહ્યમાણ વૈક્રિય, તેજસ અને કાર્યણ પુદ્ગલોનો પરસ્પર સંબંધ થાય તે. ૯) આહારક આહારક બંધન નામકર્મ : જે કર્મના ઉદયથી પૂર્વગૃહીત આહા૨ક પુદ્ગલોની સાથે ગૃહ્યમાણ આહા૨ક પુદ્ગલોનો સંબંધ થાય તે.
૧૦)આહારક તેજસ બંધન નામકર્મ : જે કર્મના ઉદયથી ગૃહીત કે ગૃહ્યમાણ આદારક પુદ્ગલોની સાથે ગૃહીત કે ગૃહ્યમાણ તેજસ પુદ્ગલોનો સંબંધ થાય તે.
૧૧) આહારક કાર્યણ બંધન નામકર્મ : જે કર્મના ઉદયથી ગૃહીત કે ગૃહ્યમાણ આહારક પુદ્ગલોની સાથે ગૃહીત કે ગૃહ્યમાણ કાર્યણ પુદ્ગલોનો સંબંધ થાય તે.
૧૨) આહારક તેજસ કાર્યણ બંધન નામકર્મ : જે કર્મના ઉદયથી ગૃહીત કે ગૃહ્યમાણ આહારક, તેજસ અને કાર્યણ પુદ્ગલોનો પરસ્પર સંબંધ થાય તે.
૧૩) તેજસ તેજસ બંધન નામકર્મ : જે કર્મના ઉદયથી પૂર્વગૃહીત તેજસ પુદ્ગલોની સાથે ગૃહ્યમાણ તેજસ પુદ્ગલોનો સંબંધ થાય તે. ૧૪)તેજસ કાર્મણ બંધન નામકર્મ : જે કર્મના ઉદયથી ગૃહીત કે ગૃહ્યમાણ તેજસ પુદ્ગલોની સાથે ગૃહીત કે ગૃહ્યમાણ કાર્યણ પુદ્ગલોનો સંબંધ થાય તે.
૧૫) કાર્યણ કાર્યણ બંધન નામકર્મ : જે કર્મના ઉદયથી પૂર્વગૃહીત કાર્મણ પુદ્ગલોની સાથે ગૃહ્યમાણ કાર્યણ પુદ્ગલોનો સંબંધ થાય તે.
૬) સંઘાતન નામકર્મ : જે કર્મના ઉદયથી જીવ તે તે શરીરયોગ્ય પુદ્ગલોને એકઠા કરે તે. જેમ દાતરડાથી તણખલા એકઠા કરાય છે તેમ સંઘાતન
જૈન દૃષ્ટિએ કર્મવિજ્ઞાન...
३०