________________
આયુષ્યવાળા મનુષ્યો-પંચેન્દ્રિય તિર્યંચો નિરૂપક્રમ આયુષ્યવાળા છે. ચરમશ૨ી૨ી જીવો અને ઉત્તમ પુરૂષો સોપક્રમ આયુષ્યવાળા અને નિરૂપક્રમ આયુષ્યવાળા હોય છે. તેઓ અનપર્વતનીય આયુષ્યવાળા હોવાથી જેટલું આયુષ્ય બાંધ્યું હોય તેટલું પુરૂ ભોગવે પણ સોપક્રમ આયુષ્યવાળા હોવાથી આયુષ્ય પુરૂં થતાં સહજ મરણ થવાના બદલે કો'ક નિમિત્ત દ્વારા મરે, જેમકે પાલક પાપીની ઘાણીમાં પીલાયેલા અંતકૃત્ કેવળીઓ... ૨. અપવર્તનીય આયુષ્ય ઃ જે આયુષ્યની પૂર્વભવમાં બાંધેલી સ્થિતિ ઉપક્રમોથી ઓછી થાય તે અપવર્તનીય આયુષ્ય. અહીં ‘સ્થિતિ ઓછી થાય’નો અર્થ એમ સમજવો કે અલ્પકાળમાં આયુષ્યકર્મના દલિકો શીઘ્ર ભોગવાઇ જાય, જેમ સૂકુ ઘાસ છુટુ છુટુ હોય તો બળતાં વાર લાગે, પણ ભેગું કરાયેલું તે જ ઘાસ જલ્દીથી બળી જાય છે. તેમ અપવર્તનીય આયુષ્ય સોપક્રમ જ હોય છે.
દેવો, નારકીઓ, અસંખ્ય વર્ષના આયુષ્યવાળા મનુષ્યો-પંચેન્દ્રિય તિર્યંચો, ચરમશરીરી જીવો અને ઉત્તમ પુરૂષો સિવાયના શેષ મનુષ્યો તિર્યંચો અનપવર્તનીય આયુષ્યવાળા અને અપવર્તનીય આયુષ્યવાળા (એમ બન્ને પ્રકારે) હોવા સંભવે છે. અનપવર્તનીય આયુષ્યવાળા તેઓ નિરૂપક્રમ આયુષ્યવાળા જ હોય છે. અપવર્તનીય આયુષ્યવાળા તેઓ સોપક્રમ આયુષ્યવાળા જ હોય છે.
વિશ્વસંચાલનનો મૂલાધાર
૧૧૯