________________
ક્યારેક જરૂર પડે તો ઘર પાણીથી ધોવું ય પડે. તેમ વારંવાર તપના ઝાડુફટા કરવાથી કર્મોની ધૂળ દૂર થાય છે. ક્યારેક કર્મોને દૂર કરવા ઉગ્ર સાધના પણ કરવી પડે છે. આમ આત્માને શુદ્ધ કરવા પણ ત્રણ પ્રક્રિયાઓમાંથી પસાર થવું પડે છે-જ્ઞાન, સંવર અને નિર્જરા. જ્ઞાનથી મલિનતા દેખાય, સંવરથી નવા કર્મો આવતા અટકે, નિર્જરાથી જૂના કર્મો રવાના થાય. આમ આ ત્રણના સંયોગથી આત્મા સંપૂર્ણ શુદ્ધ થાય છે.
ટાંકીને ખાલી કરવી હોય તો ઉપરથી નવું પાણી ઉમેરવાનું બંધ કરી નીચેનો નળ ખોલી નાખવો જોઇએ. તેમ આત્મામાંથી કર્મોને ખાલી કરવા હોય તો નવા કર્મોને આવતા સંવરથી અટકાવવા જોઇએ અને જૂના કર્મોનો નિર્જરાથી નિકાલ કરવો જોઇએ. બધા કર્મોથી હંમેશ માટે સંપૂર્ણ રીતે મુક્ત થયેલ આત્મા પોતાના શુદ્ધ સ્વરૂપને પામે છે. આત્માનું આ શુદ્ધ સ્વરૂપ એ જ મોક્ષ છે. પોતાના શુદ્ધ સ્વરૂપને પામેલ આ આત્મા સિદ્ધશિલાની ઉપર લોકના છેડે બિરાજમાન થાય છે. આ આત્મા માટે લોકમાં “મોક્ષે ગયા” એવો વ્યવહાર થાય છે. ત્યાંથી હવે આ આત્માને પાછુ સંસારમાં આવવાનું નથી. તેમણે ક્યારેય સંસારમાં જન્મ લેવો પડતો નથી, કેમકે જન્મનું કારણ કર્યુ હતું અને તેનો આ આત્માએ સંપૂર્ણપણે નાશ કર્યો છે, એટલે કે તેણે કર્મોને આત્મા પરથી સંપૂર્ણપણે ઉખેડી નાંખ્યા છે. આત્મા પરથી છૂટા પડેલા આ કર્મો ફરી આકાશમાં રહેલ કાર્મણ વર્ગણામાં ભળી જાય છે. મોક્ષમાં ગયેલો આત્મા પ્રતિસમય જગતના બધા પદાર્થોના ત્રણે કાળના પર્યાયોને જુવે છે, જાણે છે અને અનંત સુખમાં મહાલે છે. સંસારના જન્મ, ઘડપણ, મરણ, ભૂખ, તરસ, રોગ, ચિંતા, દરિદ્રતા, શોક, ક્લેશ વગેરે કોઇપણ દુઃખો હવે એ આત્માએ ક્યારે પણ ભોગવવાના નથી. ત્રણ લોકના બધા જીવોનું ત્રણે કાળનું બધુ સુખ ભેગું કરીએ તો તેના કરતા પણ મોક્ષમાં ગયેલા એક આત્માનું સુખ અનંતગણું છે.
કર્મોનો આત્માની સાથેનો સંયોગ અનાદિકાળનો છે, છતાં તે સંયોગનો અંત આવે છે, આત્મા પરથી કર્મો છુટા પડે છે અને આત્માનો મોક્ષ થાય છે. અનાદિકાળથી ચાલ્યો આવતો સંયોગ અનંત જ હોય એવું નથી. અનાદિકાળથી ચાલ્યા આવતા સંયોગનો પણ અંત આવે છે. જેમ સુવર્ણ અને માટીનો સંયોગ અનાદિકાળનો હોવા છતાં વિશિષ્ટ પ્રક્રિયાથી એ સંયોગનો અંત આવતા માટી
વિથસંચાલનનો મૂલાધાર
૧૨૭ D
)