________________
'આત્મામાંથી કર્મોને બહાર કાઢવાના
OUTLETS (નિર્જરા) આસવથી આત્મામાં કર્મ આવે છે. પછી તે બંધાઇ જાય છે. સંવરથી આત્મામાં નવા કર્મો આવતા અટકે છે. નિર્જરાથી આત્મા ઉપર બંધાયેલા કર્મો છૂટા પડે છે. યાંત્રિક પ્રક્રિયાથી ગંદા પાણીમાંથી કચરો દૂર થાય છે અને પાણી શુદ્ધ થાય છે, તેમ નિર્જરાથી આત્મા ઉપરથી કર્મો દૂર થાય છે અને આત્મા
શુદ્ધ થાય છે.
આત્મા ઉપરથી કર્મોને દૂર કરવાના મુખ્ય બે પ્રકાર છે. તે આ પ્રમાણે
(૧) બાહ્ય તપ અને (૨) અત્યંતર તપ. બન્ને છ-છ પ્રકારના છે. સો પ્રથમ બાહ્યતા જોઇએ. (૧) અનશન – શાસ્ત્રોમાં કહેલી વિધિપૂર્વક આહારનો ત્યાગ કરવો તે
અનશન. તેના બે પ્રકાર છે૧) ઇત્વરકથિક અનશન – અલ્પકાળ માટે આહારનો ત્યાગ કરવો
તે. દા.ત. નવકારશી, પોરસી, એકાસણું, ઉપવાસ વગેરે. ૨) યાવત્રુથિક અનશન – જીવનના અંત સુધી ચારે પ્રકારના
આહારનો ત્યાગ કરવો તે. (૨) ઊણોદરી – ભૂખ કરતા ઓછો આહાર કરવો, ઉપકરણ ઓછા
રાખવા તે. (૩) વૃત્તિ સંક્ષેપ – દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવથી ગોચરી, ભોજન વગેરેના
અભિગ્રહ ધારણ કરવા તે. દ્રવ્યથી અભિગ્રહ – અમુક દ્રવ્યથી વધારે ન વાપરવા તે. ક્ષેત્રથી અભિગ્રહ – અમુક ઘરોથી વધારે ઘરોમાં ન જવું, અમુક ગામમાં કે સ્થાનમાં જ ભોજન કરવું તે. કાળથી અભિગ્રહ – અમુક કાળે જે મળે તે વહોરવું અને વાપરવું, અમુક સમયે કે અમુક સમયમાં જ વાપરવું તે. ભાવથી અભિગ્રહ – રડતું બાળક, ગુસ્સે થયેલો માણસ, દીક્ષાર્થી વગેરે વહોરાવે કે પીરસે તો જ વહોરવું, વાપરવું તે.
હા
૭૮D) જેની દષ્ટિએ કર્મવિજ્ઞાન..