________________
કર્મવાદ-અન્ય ધર્મોની દૃષ્ટિએ
વર્લ્ડ કપની ફાઇનલ મેચમાં એક દેશની ટીમ જીતે છે અને બીજા દેશની ટીમ હારે છે. જીતનારી ટીમ માટે લોકો કહે છે કે એનું Good Luck હતું. હારનારી ટીમ માટે લોકો કહે છે કે એનું Bad Luck હતું.
અકસ્માતમાં એક વ્યક્તિને ઉઝરડો પણ પડતો નથી અને બીજી વ્યક્તિ મરી જાય છે. બચી ગયેલી વ્યક્તિ કહે છે, ‘સદ્નસીબે હું બચી ગયો.’ મરી ગયેલી વ્યક્તિ માટે લોકો કહે છે, ‘કમનસીબે મરી ગયો.'
,
Good Luck, Bad Luck, સદ્નસીબ, કમનસીબ-આ બધા શબ્દોમાં Luck, નસીબ એટલે કર્મ. Good Luck, સદ્નસીબ એટલે પુણ્યકર્મ. Bad Luck, કમનસીબે એટલે પાપકર્મ. આવા શબ્દોનો પ્રયોગ સામાન્ય માણસ પણ કરે છે. એટલે બીજા શબ્દોમાં એ પણ કર્મને માને જ છે. હા, કર્મનું વિશેષ સ્વરૂપ અને સાચું સ્વરૂપ એ જાણતો નથી, પણ સામાન્યથી Luck, નસીબ શબ્દોથી એ કર્મને સ્વીકારે છે.
ન્યાયદર્શન અને વૈશેષિકદર્શનમાં ચોવીસ ગુણો બતાવ્યા છે. તેમાં ધર્મ અને અધર્મ નામના બે ગુણ બતાવ્યા છે. તે બન્ને માટેનો એક સામાન્ય શબ્દ છે અદૃષ્ટ. ન્યાયદર્શન અને વૈશેષિક દર્શન માને છે કે અદૃષ્ટથી જીવની પ્રવૃત્તિ થાય છે, ધર્મથી સુખ મળે છે, અધર્મથી દુ:ખ મળે છે. જૈનદ્રષ્ટિએ વિચારીએ તો અદૃષ્ટ એટલે કર્મ, ધર્મ એટલે પુણ્યકર્મ, અધર્મ એટલે પાપકર્મ. આમ ન્યાયદર્શન અને વૈશેષિકદર્શન પણ અન્ય શબ્દોથી કર્મને માને જ છે. ફરક એટલો છે કે જૈનદર્શન કર્મને પૌદ્ગલિક માને છે અને ન્યાયદર્શન-વૈશેષિકદર્શન અદૃષ્ટને ગુણ માને છે.
સાંખ્યદર્શન માને છે કે પ્રકૃતિ પુરૂષને વળગેલી છે. તેથી પુરૂષ સંસારમાં ભટકે છે. પુરૂષથી પ્રકૃતિ છુટી પડી જાય એટલે પુરૂષનો મોક્ષ થઇ જાય. જેનદૃષ્ટિએ વિચારીએ તો પ્રકૃતિ એટલે કર્મ અને પુરૂષ એટલે આત્મા. સાંખ્યદર્શને માનેલું પ્રકૃતિનું સ્વરૂપ જૈનદર્શને માનેલા કર્મના સ્વરૂપથી ભિન્ન છે છતાં આંશિક સામ્ય જણાય છે.
બૌદ્ધદર્શન માને છે કે ક્લેશના સમુદાયનો ઉચ્છેદ થવા ૫૨ આત્માનો
વિશ્વસંચાલનનો મૂલાધાર
૧૩૩