________________
થાય છે. અબાધાકાળમાં પ્રમાદ કરવાથી બે રીતે નુકસાન થાય છે–પાપકર્મો અકબંધ પડ્યા રહે છે અને નવું પુણ્ય ઉભુ થતું નથી.
આમ અબાધાકાળમાં પુરૂષાર્થ કરીને સાધના કરવામાં આત્માને લાભ જ લાભ છે, અને અબાધાકાળમાં પ્રમાદ કરવામાં આત્માને નુકસાન જ નુકસાન છે.
કુશળ વેપારી થોડું નુકસાન વેઠીને પણ વધુ કમાણી થતી હોય તો તેવો ધંધો કરે, તેમ સાધક પણ અબાધાકાળમાં સાધનાના થોડા કષ્ટો વેઠીને પણ ઘણી કર્મનિર્જરાની કમાણી થતી હોય તો પૂરા ઉત્સાહથી સાધનામાં મચી પડે, પાછું વાળીને ન જુવે.
ટૂંકમાં, અબાધાકાળ એ આપણને મળેલો સોનેરી અવસર છે. એમાં આપણે કર્મોની હવા કાઢી નાંખવાની છે, જેથી એ આપણને નડી ન શકે.
ચાલો, અબાધાકાળના ગોલ્ડન પીરિયડનો સદુપયોગ કરવા આજથી જ સાધનામાં લાગી જઇએ. “મારે મારા આત્મા પરથી કર્મોને દેશવટો આપવો જ છે' આવો મજબૂત નિશ્ચય કરી આપણે આગળ વધીશું તો આપણને અવશ્ય સફળતા મળશે.
કાંકરે
કાકા ન કર
કેદ કર ! HEIGIT'Siliff fક કે
હC૧૩૮D) જૈન દૃષ્ટિએ કર્મવિજ્ઞાન...