Book Title: Vishva Sanchalanno Muladhar
Author(s): Ratnabodhivijay, Sanyambodhivijay
Publisher: Jainam Parivar

View full book text
Previous | Next

Page 164
________________ પ્રભુના જીવે ઘણી હિંસા કરી તો કર્મે તેમને ચોથી નરકે મોકલ્યા. એકેન્દ્રિયના ઘણા ભવોમાં રખડાવ્યા. સગરચક્રવર્તીના અષ્ટાપદ તીર્થની રક્ષા કરવા ગયેલા સાઇઠ હજાર જુવાનજોધ પુત્રોને નાગનિકાયના દેવોએ એક સાથે બાળી નાંખ્યા. તેથી સગર ચક્રવર્તીદુઃખી દુઃખી થઈ ગયા. આ તેમના પૂર્વેના અશુભ કર્મોનું ફળ હતું. સનતચક્રવર્તી છ ખંડના અધિપતિ હતા, બત્રીસ હજાર દેશના માલિક હતા. રૂપનો ભંડાર હતા. તેમના શરીરમાં પણ સોળ રોગ ઉત્પન્ન થયા. તે પણ તેમના અશુભ કર્મોનું ફળ હતું. સુભૂમચક્રવર્તી ઘાતકીખંડને જીતવા પાલખીમાં બેસીને જઇ રહ્યા હતા. તેમની પાલખી સોળ હજાર યક્ષોએ ઉપાડી હતી. તે બધાએ એક જ સમયે પાલખી છોડી અને સુભૂમ ચક્રી લવણસમુદ્રમાં ડૂબી મર્યો અને નરકમાં ગયો. તે પણ તેમના અશુભ કર્મોના પરચા હતા. એક બ્રાહ્મણે બ્રહ્મદત્ત ચક્રવર્તીની આંખો ફોડી નાંખી. ચક્રવર્તીની ઋદ્ધિ હોવા છતાં તેણે આંખ ગુમાવી. વેર વાળવા રોજ તે બ્રાહ્મણોની આંખ ભરેલો થાળ મંગાવીને તેને સ્પર્શીને રાજી થતો. મરીને તે નરકે ગયો. આ બધાનું કારણ તેણે બાંધેલા પાપકર્મો હતા. રાવણ ત્રણ ખંડનો અધિપતિ હતો. લક્ષ્મણે તેને માર્યો. બન્ને મરીને નરકમાં ગયા. આ તેમના પાપકર્મોનું પરિણામ હતું. રામ અને લક્ષ્મણ રાજપુત્રો હતા અને મહાબળવાન હતા. તેમને પણ બાર વરસ સુધી વનમાં ભમવું પડ્યું. તેનું કારણ તેમના અશુભકર્મો હતા. સીતા સતીએ રાવણને ત્યાં રહીને પણ નિર્મળ શીલ પાળ્યું હતું. છતાં તેમની ઉપર પણ આળ મૂકાયું અને તેમને વનમાં એકલા મૂકી દેવાયા. તેનું કારણ તેમના જીવે પૂર્વે વેગવતીના ભાવમાં મુનિને આપેલું આળ હતું. આળ આપીને બંધાયેલા કર્મે તેમને આળ આપ્યું.' કૃષ્ણ વાસુદેવ ત્રણ ખંડના અધિપતિ હતા, છપ્પન ક્રોડ યાદવોના નેતા હતા. તે પણ જંગલમાં પાણી વિના ટળવળીને એકલા મર્યા તેનું કારણ તેમના પાપકર્મો હતા. પાંચ પાંડવો મહાબળવાન હતા. છતાં તેઓ દ્રૌપદીને હારી ગયા અને બાર વરસ સુધી તેમને વનમાં ભમવું પડ્યું તે તેમના પાપકર્મોના કારણે. દ્રોપદીના જીવે પૂર્વે સુકુમારિકા સાધ્વીના ભવમાં એક વેશ્યાની સાથે વિશ્વસંચાલનનો મૂલાધાર હC૧૪૩ )

Loading...

Page Navigation
1 ... 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180