________________
કર્મરોગ જ
શરીરમાં રોગ આવે છે એ માણસને ગમતું નથી. એ તરત એને દૂર કરવા પ્રયત્ન કરે છે. જ્યાં સુધી રોગ ન જાય ત્યાં સુધી તેને ચેન પડતું નથી. રોગને દૂર કરવા તે ડોકટર પાસે જાય છે. ડોકટરની સૂચના મુજબ તે દવા લે છે. સાથે તે અપથ્યનો ત્યાગ પણ કરે છે. આમ કરવાથી તે સાજો થઈ જાય છે. શરીરમાં પ્રગટતા અમુક લક્ષણો (Symptoms) ઉપરથી નક્કી થાય છે કે શરીરમાં રોગ થયો છે.
ડોકટર પાસે જવાની બદલે જો માણસ જાતે જ દવા લઇ લે તો રોગ વધવાની કે રીએકશન આવવાની સંભાવના રહે છે. ડૉકટરની સૂચના મુજબ તે દવા લે પણ અપથ્યનો ત્યાગ ન કરે તો એ સાજો ન થાય. અપથ્યનો ત્યાગ કરે પણ તે દવા ન લે તો ય એ સાજો ન થાય. દવાનું ગ્રહણ અને અપથ્યનો ત્યાગ આ બે ય સાથે થાય તો જ રોગ દૂર થાય.
આપણને પણ કર્મરોગ વળગેલો છે. સિદ્ધ ભગવંતો સંપૂર્ણ નીરોગી છે. શરીરનો રોગ તો થોડા દિવસનો હોય છે, જ્યારે આ કર્મરોગ તો આપણને અનાદિકાળથી વળગેલો છે. ગુરૂભગવંતો ડૉકટર સમાન છે. ધર્મ એ દવા છે. પાપ એ અપથ્ય છે. રોગીને રોગનો જેવો અણગમો છે તેવો અણગમો કર્મરોગ પ્રત્યે આપણને નથી. શરીર આપણને વળગ્યું છે, ભૂખ લાગે છે, વિકારો જાગે છે વગેરે લક્ષણો સૂચવે છે કે આપણને કર્મરોગ લાગ્યો છે. આરોગ્ય એટલે કર્મરહિત અવસ્થા. જો આપણે નીરોગી બનવું હોય તો ગુરૂ ભગવંતનો સંપર્ક કરવો પડે. એમની સૂચના મુજબ ધર્મની આરાધના કરવાથી અને પાપનો ત્યાગ કરવાથી સ્વાથ્યની પ્રાપ્તિ થાય છે. ગુરૂભગવંતની સૂચના વિના જાતે જ આરાધના કરવાથી ક્યારેક રોગ વધી જવાની સંભાવના રહે છે. ધર્મારાધના કરાય પણ પાપત્યાગ ન હોય તો ય કર્મરોગ દૂર ન થાય. પાપત્યાગ હોય અને ધર્મારાધના ન હોય તો ય કર્મરોગથી મુક્તિ ન થાય. ધર્મારાધના અને પાપત્યાગ બન્ને હોય તો જ કર્મરોગથી મુક્તિ થાય.
રોગનો ઇલાજ ન કરાવે, બેદરકાર રહે એનો રોગ વધી જાય. એ રોગ અસાધ્ય બની જાય અને એક દિવસ એ રોગીનું મરણ પણ થઇ જાય.
વિશ્વસંચાલનનો મૂલાધાર
૧૨૯D)