________________
(૨) વેક્રિય વર્ગણાના પુદ્ગલો (૬) શ્વાસોચ્છવાસ વર્ગણાના પુદ્ગલો (૩) આહૉરક વર્ગણાના પુદ્ગલો (૭) મનો વર્ગણાના પુદ્ગલો (૪) તેજસ વર્ગણાના પુદ્ગલો (૮) કાર્મણ વર્ગણાના પુદ્ગલો
આ આઠ પ્રકારના પુગલોનું વિશેષ સ્વરૂપ આ પ્રમાણે છે
લોકમાં જેટલા ૧-૧ પરમાણુ છે, તે તમામ પરમાણુઓની એક વર્ગણા છે. બે-બે પ્રદેશોવાળા તમામ સ્કંધોની એક વર્ગણા છે. ત્રણ-ત્રણ પ્રદેશોવાળા સર્વ સ્કંધોની એક વર્ગણા છે. એમ સંખ્યાતા પ્રદેશોવાળા સ્કંધોની સંખ્યાતી વર્ગણાઓ છે. અસંખ્યાતા પ્રદેશોવાળા સ્કંધોની અસંખ્યાતી વર્ગણાઓ છે. અનંતા પ્રદેશોવાળા સ્કંધોની અનંતી વર્ગણાઓ છે. આ બધી વર્ગણાઓ અલ્પ પ્રદેશવાળી અને ધૂલ હોવાથી જીવને માટે અગ્રહણયોગ્ય છે. અનંતાનંત પ્રદેશોવાળા અનંત સ્કંધોની અનંતાનંત વર્ગણાઓમાંથી કેટલીક વર્ગણાઓ અગ્રહણયોગ્ય છે અને કેટલીક વર્ગણાઓ ગ્રહણયોગ્ય છે.
(૧) ઓદારિકની ગ્રહણયોગ્ય વર્ગણા- અભવ્ય કરતા અનંતગુણ અને સિદ્ધના અનંતમાં ભાગ જેટલા પ્રદેશવાળા સ્કંધોની વર્ગણા તે ઓદારિકની જઘન્ય ગ્રહણયોગ્ય વર્ગણા છે. ઓદારિકની જઘન્ય ગ્રહણયોગ્ય વર્ગણાના દરેક સ્કંધમાં રહેલા પરમાણુમાં તેનો અનંતમો ભાગ ઉમેરતા જે આવે તેટલા પરમાણુવાળા સ્કંધોની દારિકની ઉત્કૃષ્ટ ગ્રહણયોગ્ય વર્ગણા છે. જઘન્ય અને ઉત્કૃષ્ટની વચ્ચે એકોત્તર વૃદ્ધિવાળા (ક્રમશઃ +૧, +૧ ઉમેરતા આવતી) પરમાણુવાળા સ્કંધોની દારિકની મધ્યમ ગ્રહણયોગ્ય વર્ગણાઓ છે.
ઔદારિક વર્ગણાના પુલોથી મનુષ્ય અને તિર્યંચને યોગ્ય ઔદારિક શરીર બને છે.
ઔદારિકની ઉત્કૃષ્ટ ગ્રહણયોગ્ય વર્ગણાના સ્કંધમાં રહેલ પરમાણુમાં ૧ પરમાણુ ઉમેરતા જે આવે તેટલા પરમાણુવાળા સ્કંધોની જઘન્ય ઔદારિકવૈક્રિય અગ્રહણ યોગ્ય વર્ગણા છે. જઘન્ય અગ્રહણયોગ્ય વર્ગણાના દરેક સ્કંધમાં રહેલા પરમાણુને અભવ્ય કરતા અનંતગુણ અને સિદ્ધના અનંતમાં ભાગથી ગુણતા જે આવે તેટલા પરમાણુવાળા સ્કંધોની ઉત્કૃષ્ટ અગ્રહણયોગ્ય વર્ગણા છે. જઘન્ય અને ઉત્કૃષ્ટની વચ્ચે એકોત્તર વૃદ્ધિવાળા પરમાણુવાળા સ્કંધોની મધ્યમ અગ્રહણયોગ્ય વર્ગણાઓ છે.
હ ( ૧૦
)
જેની દષ્ટિએ કર્મવિજ્ઞાન....