________________
(d) નીલવર્ણ નામકર્મ – જે કર્મના ઉદયથી જીવનું શરીર મરકત મણી
વગેરેની જેમ લીલું થાય તે. (e) કૃષ્ણવર્ણ નામકર્મ – જે કર્મના ઉદયથી જીવનું શરીર કોલસા વગેરેની
જેમ કાળુ થાય તે. ૧૦) ગંધ નામકર્મઃ જે કર્મના ઉદયથી જીવનું શરીર તેવી તેવી ગંધવાળુ થાય તે.
તેના બે ભેદ છે. તે આ પ્રમાણે(a) સુરભિગંધ નામકર્મ – જે કર્મના ઉદયથી જીવનું શરીર કપૂર વગેરેની
જેમ સુગંધવાળુ થાય તે. (b) દુરભિગંધ નામકર્મ – જે કર્મના ઉદયથી જીવનું શરીર લસણ વગેરેની
જેમ દુર્ગધવાળુ થાય તે. ૧૧) રસ નામકર્મઃ જે કર્મના ઉદયથી જીવનું શરીર તેવા તેવા રસવાળુ થાય તે.
તેના પાંચ ભેદ છે. તે આ પ્રમાણે(a) તિક્તરસ નામકર્મ – જે કર્મના ઉદયથી જીવનું શરીર લિંબડા વગેરેની
જેમ કડવું થાય તે. (b) કટુરસ નામકર્મ – જે કર્મના ઉદયથી જીવનું શરીર મરી વગેરેની જેમ
તીખું થાય તે. (૯) કષાયરસ નામકર્મ – જે કર્મના ઉદયથી જીવનું શરીર બેડા વગેરેની
જેમ તુરૂ થાય તે. (1) અસ્ફરસ નામકર્મ – જે કર્મના ઉદયથી જીવનું શરીર આંબલી વગેરેની
જેમ ખાટું થાય તે. (e) મધુરરસ નામકર્મ – જે કર્મના ઉદયથી જીવનું શરીર શેરડી વગેરેની
જેમ મધુર થાય છે. ૧૨) સ્પર્શ નામકર્મઃ જે કર્મના ઉદયથી જીવનું શરીર તેવા તેવા સ્પર્શવાળુ થાય
તે. તેના આઠ ભેદ છે. તે આ પ્રમાણે(a) ગુરૂસ્પર્શ નામકર્મ – જે કર્મના ઉદયથી જીવનું શરીર વજ વગેરેની
જેમ ભારે થાય છે. (b) લઘુસ્પર્શ નામકર્મ – જે કર્મના ઉદયથી જીવનું શરીર આકડાના રૂ
વગેરેની જેમ હલકુ થાય તે.
હ
જ ૩૪
)
જૈન દષ્ટિએ કર્મવિજ્ઞાન...