________________
નિર્જરાના ૧૨ ભેદોનું ચિંતન કરવું તે.
ચૌદ રાજલોક, તેમાં રહેલા છ દ્રવ્યો, દેવનારકી વગેરેના સ્થાનો, અસંખ્ય દ્વીપ-સમુદ્રો વગેરેનો વિચા૨ ક૨વો તે. (૧૧) બોધિદુર્લભ ભાવના – અનાદિકાળથી સંસારમાં ભટકતા જીવને ચક્રવર્તીપણું, દેવતાપણું, રાજા-મહારાજાપણું વગેરે મળવું સુલભ છે, પરંતુ સમ્યક્ત્વરૂપી રત્ન મળવું દુર્લભ છે, એમ વિચારવું તે. (૧૨) ધર્મ ભાવના ધર્મથી જ સંસારમાં સુખ મળે છે, ધર્મના પ્રભાવથી જ સૂર્ય-ચન્દ્ર વગેરે પ્રકાશે છે, ધર્મના પ્રભાવથી જ અનંત અલોકમાં પણ ચૌદ રાજલોક અદ્ધર ટકી રહ્યો છે, એમ વિચારવું તે.
(૯) નિર્જરા ભાવના (૧૦) લોકસ્વભાવ ભાવના
-
—
=
૬) પાંચ ચારિત્ર – ચારિત્ર એટલે સર્વસાવદ્ય યોગોનો ત્યાગ. તેના પાંચ
-
પ્રકાર છે. તે આ પ્રમાણે
(૧) સામાયિક ચારિત્ર સમ = જ્ઞાન, દર્શન, ચારિત્ર. આય = લાભ. જેનાથી જ્ઞાન, દર્શન, ચારિત્રનો લાભ થાય તે સામાયિક. સામાયિકમાં સર્વ સાવદ્ય યોગોનો ત્યાગ હોય છે. તેના બે પ્રકાર છે. તે આ પ્રમાણે૧) ઇત્વરકથિક સામાયિક ચારિત્ર – અલ્પકાળ માટેનું સામાયિક તે.
દા.ત. શ્રાવકનું બે ઘડીનું સામાયિક, પૌષધ તથા પહેલા અને છેલ્લા ભગવાનના સાધુઓનું નાની દીક્ષાથી વડીદીક્ષા સુધીનું ચારિત્ર.
-
૨) યાવત્કથિક સામાયિક ચારિત્ર – જીવનના અંત સુધીનું સામાયિક તે. બાવીશ ભગવાનના સાધુઓને અને મહાવિદેહક્ષેત્રના સાધુઓને આ ચારિત્ર હોય છે.
(૨) છેદોપસ્થાપનીય ચારિત્ર – પૂર્વચારિત્ર પર્યાયનો છેદ કરી ફરીથી મહાવ્રતોનું આરોપણ જેમાં ક૨ાય છે તે. તે ત્રણ રીતે હોય૧) પહેલા અને છેલ્લા ભગવાનના સાધુઓને વડીદીક્ષાથી આ ચારિત્ર
હોય છે.
૨) પાર્શ્વનાથ ભગવાનના સાધુઓ ચાર મહાવ્રતવાળુ શાસન છોડી મહાવીરપ્રભુના પાંચ મહાવ્રતવાળા શાસનને સ્વીકારે ત્યારે તેમને આ ચારિત્ર હોય છે.
૭૬
જૈન દૃષ્ટિએ કર્મવિજ્ઞાન...