Book Title: Vishva Sanchalanno Muladhar
Author(s): Ratnabodhivijay, Sanyambodhivijay
Publisher: Jainam Parivar

View full book text
Previous | Next

Page 157
________________ દુઃખી કરી દે તે અત્યારે આપણા આત્મા ઉપર લાગેલા હોઇ શકે, પણ અત્યારે તેમનો અબાધાકાળ ચાલતો હોવાથી તેઓ આપણને તેમનો પરચો બતાવતા નથી. અબાધાકાળ પૂરો થતા આ કર્મો પોતાનો પરચો બતાવીને આપણને બેહાલ કરી નાંખશે. વર્તમાનકાળે આપણને પુણ્યકર્મનો ઉદય હોવાથી બધી અનુકૂળતાઓ મળી છે. આ કાળમાં સાધના કરીને જેમનો અબાધાકાળ ચાલી રહ્યો છે એવા કર્મોને આપણે defuse કરીને આત્મા ઉપરથી રવાના કરવાના છે. વર્તમાનમાં બધી અનુકૂળતા હોવાથી આપણા આત્મા ઉપર ભયંકર કર્મો નથી એવું માનવાની મૂર્ખામી કરવી નહીં. પણ “એવા ભયંકર કર્મો આત્મા ઉપર લાગેલા હોવા છતાં અત્યારે એમનો અબાધાકાળ ચાલતો હોવાથી આપણને હેરાન કરતા નથી, માટે અબાધાકાળ પૂરો થાય એ પહેલા જોરદાર આરાધના કરીને એ કર્મોને આત્મા ઉપરથી ઉખેડી નાંખવાના છે' એમ વિચારી પ્રમાદ છોડી આરાધનામાં લાગી જવું. અબાધાકાળ એ આપણા માટે ગોલ્ડન પીરિયડ છે. જો કર્મો બંધાયા પછી તરત જ ઉદયમાં આવતા હોત તો આપણી પાસે એમને દૂર કરવાનો બીજો કોઇ ઉપાય જ ન હોત, સિવાય કે એમના ફળને ભોગવી લેવા. અબાધાકાળ ન હોત તો આપણે ખૂબ દુઃખી થઇ જાત. સાધના કરીને કર્મોનું સુરસુરિયું કરવાનો આપણને અવકાશ જ ન મળત. કર્મો બંધાયા પછી અબાધાકાળ પછી ઉદયમાં આવે છે એ કુદરતનું આપણને મળેલું બહુ મોટું વરદાન છે. આ વરદાનનો આપણે સદુપયોગ કરવાનો છે. વર્તમાનની અનુકૂળતાઓ જોવાની નથી, પણ ભાવીની આપત્તિઓ જોઇને અપ્રમત્તભાવે ધર્મારાધનામાં ઉદ્યમશીલ બનવાનું છે અને પાપકાર્યોનો ત્યાગ કરવાનો છે. મજબૂત રીતે કરાયેલી ધર્મારાધનામાં એ તાકાત છે કે એ કર્મોનો ઉદય થાય એ પહેલા જ આત્મા પરથી તેમની હકાલપટ્ટી કરી શકે છે. આત્મા ઉપરથી કર્મોને દૂર કરવાના બે જ ઉપાયો છે- ૧) કર્મોનો ઉદય થાય ત્યારે તેમના ફળને ભોગવી લેવા. ફળ આપીને તે કર્મો રવાના થઇ જાય છે. ૨) કર્મોનો ઉદય થાય તે પહેલા અબાધાકાળમાં તપ વગેરેની સાધનાથી તે કર્મોને ઉખેડીને ફેંકી દેવા. આત્મા ઉપરથી કર્મોને દૂર કર્યા સિવાય આત્માનો મોક્ષ થવાનો નથી. નિર્ણય આપણે કરવાનો છે કે આપણે આત્મા ઉપરથી કર્મોને કઇ રીતે દૂર કરવા છે. જો અબાધાકાળમાં બેપરવાહ રહ્યા તો કર્મોનો T૧૩૬ ) જેન દષ્ટિએ કર્મવિજ્ઞાન....

Loading...

Page Navigation
1 ... 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180