Book Title: Vishva Sanchalanno Muladhar
Author(s): Ratnabodhivijay, Sanyambodhivijay
Publisher: Jainam Parivar

View full book text
Previous | Next

Page 175
________________ 'કર્મવાદના સિદ્ધાંતને સમજવાથી 'અને જીવનમાં ઉતારવાથી થતાં લાભો : | કર્મવાદના સિદ્ધાંતને સમજવાથી જીવનમાં અનેક લાભો થાય છે. તે આ પ્રમાણે૧) કર્મવાદને જાણનારો સમજે છે કે, “જીવનમાં સુખ આવે છે તે પુણ્ય કર્મના ઉદયથી આવે છે. જ્યાં સુધી પુણ્યોદય હોય છે ત્યાં સુધી સુખ મળે છે. પુણ્યોદય પરવારતા સુખ મળતું નથી. તેથી પુણ્યોદયથી મળેલા સુખમાં તે લીન બનતો નથી. સુખનું તેને મમત્વ થતું નથી. સુખમાં તે વૈરાગ્યથી રહે છે. તે અલિપ્ત રહીને સુખને ભોગવે છે. પુણ્યોદય પૂરો થતા સુખ પુરૂ થાય અને પ્રતિકૂળતાઓ આવે તો પણ તે દુઃખી કે ઉદાસ થતો નથી. તેનું મન જરાય ડામાડોળ થતું નથી. તે સ્થિતપ્રજ્ઞ રહે છે. તેને ખબર જ હતી કે, “આ સુખ કાંઇ મારું પોતાનું નહોતું. એ તો કર્મની દેન હતી.” તે વિચારે છે કે, “આ સુખ એક દિવસ જવાનું જ હતું. જે જવાનું જ હતું તે ગયું તેમાં દુઃખી શા માટે થવું ?' આમ વિચારી તે પ્રસન્ન રહે છે. ૨) કર્મવાદને જાણનારો સમજે છે કે, “જીવનમાં દુઃખ આવે છે તે પાપકર્મના ઉદયથી આવે છે. તે પાપકર્મો મેં જ પહેલા કર્યા હતા. તેથી આજે મને એનું ફળ મળી રહ્યું છે. તેથી પાપોદયથી આવતા દુઃખમાં તે દીન બનતો નથી. તે હાયવોય કરતો નથી. તેને આર્તધ્યાન થતું નથી. દુઃખમાં તે સમતાથી રહે છે. “દુઃખ કાયમ ટકવાનું નથી. પાપોદય પૂરો થતા દુઃખ પુરું થશે' આમ વિચારી તે હતાશ થતો નથી. ૩). કર્મવાદ સમજેલો માણસ સમજે છે કે, “પ્રતિકૂળતા કર્મને લીધે આવે છે. તેમાં કોઇ વ્યક્તિ કે વસ્તુનો દોષ નથી. દોષ મારો પોતાનો જ છે કે પૂર્વે મેં ખરાબ કાર્ય કરી આવા કર્મો બાંધ્યા. તેથી તેને પ્રતિકૂળ આચરણ કરનાર વ્યક્તિ કે વસ્તુ ઉપર દ્વેષ કે અસભાવ થતો નથી. “પ્રતિકૂળ આચરણ કરનાર ઉપર દ્વેષ કરવાથી મને કોઇ લાભ થવાનો નથી. ઉલ્યું, તેમ કરવાથી હું જ કર્મોથી ભારે થઇશ. એ કર્મોનું ફળ મારે જ ભોગવવું પડશે. પ્રતિકૂળ આચરણ કરનારને એના કર્મો એ દુષ્ટ આચરણનું ફળ અવશ્ય આપશે. માટે મારે એની ઉપર દ્વેષ કરવાની જરૂર નથી કે મારે એનો બદલો લેવાની ય જરૂર નથી.” આમ વિચારીને પણ તે દુષ્ટ આચરણ કરનાર ઉપર દ્વેષ કરતો નથી. C૧૫૪ ) જેન દૃષ્ટિએ કર્મવિજ્ઞાન....

Loading...

Page Navigation
1 ... 173 174 175 176 177 178 179 180