________________
કર્મરોગનો ઇલાજ ન કરાવે, બેદરકાર રહે તો કર્મરોગ વધી જાય, જીવ ભારેકર્મી બને, અનંતસંસારી બને અને અનંત જન્મ-મરણનો આભાગી બને.
શરીરના રોગો અનેક પ્રકારના છે-ડાયાબિટીસ, બ્લડપ્રેશર, હાર્ટએટેક, કિડની ફેલ, શ્વાસ, તાવ, શરદી, ખાંસી વગેરે
કર્મરોગ પણ અનેક પ્રકારે છે-મંદબુદ્ધિપણું, યાદ ન રહેવું, ભૂલી જવું, ઓછું દેખાવું, ઓછું સંભળાવું, ઉંઘ આવવી, પીડા થવી, ગુસ્સો આવવો, અભિમાન કરવું, માયા કરવી, લોભ કરવો, જિનવચનથી વિપરીત માનવું, સારૂ કે ખરાબ શરીર મળવું, સારો કે ખરાબ ભવ મળવો, ઊંચ-નીચું કુળ મળવું, વિઘ્નો આવવા વગેરે.
શરીરની રોગ પ્રમાણે તેની દવા હોય છે. યોગ્ય દવા લેવાય તો રોગ દૂર થાય છે. ગમે તે દવા લેવાથી રોગ દૂર થતો નથી. ઊંધી દવા લેવાથી રોગ વધી જાય છે.
જેવો કર્મરોગ હોય તે પ્રમાણે ધર્મની દવા લેવી પડે. યોગ્ય ધર્મથી તે તે કર્મ દૂર થાય છે. ગમે તે ધર્મથી કર્મરોગ દૂર ન થાય. વિપરીત ધર્મારાધનાથી તે કર્મરોગ ઘટવાની બદલે બધી જાય છે.
પહેલા આપણે જાતને રોગી તરીકે સ્વીકારીએ, આપણને કર્મરોગ વળગેલો છે એવું અનુભવીએ અને માનીએ. પછી સ્વસ્થ થવાના પ્રયત્નો કરીએ. એક દિવસ કર્મમુક્તિરૂપી સ્વસ્થતા આપણને અવશ્ય મળશે.
કે
છે,
૧૩૦D) જેની દષ્ટિએ કર્મવિજ્ઞાન..