________________
કુંતલા રાણીએ ધર્મમાં પોતાના કરતાં આગળ વધી ગયેલી શોક્ય રાણીઓ ઉપર ઇર્ષ્યા કરીને કુકર્મો બાંધ્યા. તે કુકર્મોએ તેણીને બીજા ભવમાં કૂતરીનો જન્મ આપ્યો.
વીરપ્રભુના જીવે ત્રિપૃષ્ઠ વાસુદેવના ભવમાં શવ્યાપાલકના કાનમાં ગરમાગરમ સીસુ રેડાવી ભયંકર પાપકર્મ બાંધ્યું. તે કર્મના કારણે છેલ્લા વીરપ્રભુના ભવમાં તેમના કાનમાં ખીલા ઠોકાયા.
સોમદેવ બ્રાહ્મણે દીક્ષા લઇ કુળનું અભિમાન કર્યું. તેથી નીચગોત્ર કર્મ બાંધ્યું. તે કર્મના ઉદયે હરિકેશીબલના ભાવમાં તેમને ચંડાળકુળમાં જન્મ લેવો પડ્યો.
રુક્મિણીના જીવે પૂર્વે રાણીના ભવમાં મોરલીના ઇંડા હાથમાં લીધા હતા. તેથી હાથમાં લાગેલા કંકુથી ઇંડા કંકુવર્ણના થયા. તેથી મોરલીએ ૧૬ ઘડી સુધી તેમને સેવ્યા નહીં. તેનાથી એવું કર્મ બંધાયું કે રુક્મિણીના ભાવમાં તેણીને પુત્રનો ૧૬ વર્ષનો વિયોગ થયો.
વસુદેવસૂરિજીએ પૂર્વભવે ૫૦૦ શિષ્યોને વાંચના આપવાનું બંધ કરી એવું જ્ઞાનાવરણીય કર્મ બાંધ્યું કે વરદત્તના ભવમાં તેમનું શરીર કોઢ રોગથી ઘેરાઇ ગયું હતું અને તેમને જ્ઞાન ચઢતું ન હોતું.
સાગરશેઠે દેવદ્રવ્યનું ભક્ષણ કરીને એવું કર્મ બાંધ્યું કે તેમને અંડગોલિક મનુષ્ય તરીકે જન્મવું પડ્યું, વચ્ચે વચ્ચે અનેક ભવ કરીને સાતે નરકમાં બબ્બેવાર જવું પડ્યું, ભૂંડ-બકરા-હરણ-સસલા-સાબર-શિયાળ-બિલાડા-ઉંદર-ગરોળીસર્પના ૧૦૦૦-૧૦૦૦ ભવો કરવા પડ્યા અને વિકસેન્દ્રિયના એક લાખ ભવ કરવા પડ્યા.
અજ્ઞાનદશામાં પાપ કરનારા આવા અનેક આત્માઓને કમેં પરચા બતાવ્યા છે. આના પરથી બોધપાઠ લઇ આપણે પાપો કરતા અટકી જઇએ જેથી આપણને કર્મોના કડવા ફળ ભોગવવા ન પડે.
ભૂલથી પાપ થઇ ગયા પછી સાચું સમજાતા જેમને પશ્ચાત્તાપ થાય છે અને જેઓ ગુરૂ પાસે આલોચના-પ્રાયશ્ચિત્ત કરીને આત્મા પર લાગેલા દુષ્કર્મોને રવાના કરી દે છે તેમને તે કર્મો હેરાન કરતા નથી..
દઢપ્રહારીએ ચાર મહાહત્યાઓ કરી. પણ ચારિત્ર લઇને આલોચનાપ્રાયશ્ચિત્ત કર્યા તો એ જ ભવમાં એમનો મોક્ષ થયો.
અર્જુનમાળી રોજની સાત સાત હત્યાઓ કરતો હતો. છતાં આલોચનાપ્રાયશ્ચિત્તના પ્રભાવે તે મોક્ષમાં ગયો.
હ
૧૪૬ D) જેન દષ્ટિએ કર્મવિજ્ઞાન..