________________
રોહિણીયા ચોરે ઘણી ચોરી કરી હતી. છતાં પ્રાયશ્ચિત્તથી પાપકર્મોને ધોઇને તે પણ મોક્ષે ગયો.
કામલક્ષ્મીએ રાજાને માર્યો અને પુત્ર સાથે કામક્રીડા કરી. પણ પ્રાયશ્ચિત્તથી પાપકર્મોને ખપાવી તે મોક્ષે ગઇ.
પુષ્પચૂલાના લગ્ન ભાઇ સાથે જ થયેલા. પણ પ્રાયશ્ચિત્તથી નિર્મળ થઈને તે મોક્ષે ગયા.
અરણિક મુનિવરે ચારિત્ર છોડી સંસાર માંડ્યો. પછી પશ્ચાત્તાપ થતા ગુરૂ પાસે પ્રાયશ્ચિત્ત કરીને તેઓ દેવલોકમાં ગયા.
આના પરથી આવો ઉંધો અર્થ લેવાનો નથી કે, “પાપો કરવામાં કોઇ વાંધો નથી. પછી પ્રાયશ્ચિત્ત કરીને શુદ્ધ થઇ જવાશે.” આના પરથી બોધ એ લેવાનો છે કે, “ભૂલથી કે જાણી જોઇને પાપો થઇ ગયા હોય તો પ્રાયશ્ચિત્તથી તેમને દૂર કરવા જોઇએ.”
પૂર્વે કર્મોને ખપાવવાનો એક ઉપાય બતાવ્યો હતો-અબાધાકાળમાં સાધના કરવાનો. અહીં કર્મોને ખપાવવાનો બીજો ઉપાય બતાવ્યો છે-આલોચના પ્રાયશ્ચિત્ત કરવાનો. જેઓ આ બે ઉપાયોને અપનાવતા નથી તેમને કર્મોના ફળો ભોગવવા જ પડે છે.
જીવ પોતાના માટે અને બીજાના માટે પાપો કરે છે. પણ એ પાપોથી બંધાયેલા કર્મોને ભોગવવામાં કોઇ એને સહાય કરતું નથી અને કોઈ એમાં ભાગ પડાવતું નથી. જીવે પોતે બાંધેલા કર્મો પોતે જ ભોગવવાના છે.
કર્મો જીવને હેરાન જ કરે છે એવું નથી. જેઓ ધર્મકાર્ય કરે છે તેમને કર્મો ઘણા ઊંચે લાવી દે છે, તેમને ઘણી અનુકુળતાઓ કરી આપે છે. શુભકર્મો નબળાને સબળા બનાવી દે છે. કર્મો રંકને રાજા બનાવી દે છે. કર્મો ભીખારીને શ્રીમંત બનાવી દે છે. કર્મો મંદબુદ્ધિને બુદ્ધિમાન બનાવી દે છે. કર્મો કદરૂપાને રૂપવાનું બનાવી દે છે. આમ કર્મો નીચે રહેલાને ઊંચે પણ લાવી દે છે. એના કેટલાક ઉદાહરણો જોઇએ.
સંગમ નામના ભરવાડપુત્રે મહાત્માને માસક્ષમણના પારણે ખીર વહોરાવી એવું પુણ્યકર્મ બાંધ્યું કે શાલીભદ્રના ભવમાં તેને અઢળક ઋદ્ધિ મળી અને રોજ ૯૯ પેટીઓ મળતી હતી.
કુમારપાળ મહારાજાના જીવે પૂર્વભવે અઢાર ફૂલથી પરમાત્માની પૂજા કરીને બાંધેલા પુણ્યકર્મે તેમને કુમારપાળના ભવમાં અઢાર દેશના રાજા બનાવ્યા.
વિશ્વસંચાલનનો મૂલાધાર
R
૧૪૭
)