________________
રમેશ માંદો પડ્યો. તે ડોકટર પાસે ગયો. ડોકટર તેને સુગરકોટિંગવાળી કડવી દવા આપી. રમેશે ઘરે જઇને તે દવા લીધી. દવા લેતી વખતે તેને માત્ર મીઠાશનો અનુભવ થયો, કડવાશનો નહી. તેના પેટમાં તો મિઠાશ પણ ગઇ અને તેની સાથે કડવાશ પણ ગઇ. મીઠાશ પોતાનો અનુભવ કરાવીને પેટમાં ગઇ. કડવાશ પોતાનો અનુભવ કરાવ્યા વિના પેટમાં ગઇ. થોડા દિવસમાં રમેશ સાજો થઈ ગયો.
જેમ મિઠાશ અને કડવાશ બન્ને પેટમાં ગઇ તેમ વિપાકોદય અને પ્રદેશોદય બન્ને વડે કર્મો ભોગવાય છે. જેમ પેટમાં ગયેલી મિઠાશનો રમેશને અનુભવ થયો તેમ વિપાકોદયથી ભોગવાતા કર્મોનો જીવને અનુભવ થાય છે. જેમ પેટમાં ગયેલી કડવાશનો રમેશને અનુભવ ન થયો તેમ પ્રદેશોદયથી ભોગવાતા કર્મોનો જીવને અનુભવ થતો નથી. જેમ કડવાશ મિઠાશની અંદર રહીને ભોગવાઇ ગઇ તેમ પ્રદેશોદયવાળી પ્રકૃતિના દલિકો વિપાકોદયવાળી પ્રકૃતિના દલિકોમાં સ્તિબુકસંક્રમથી સંક્રમીને ભોગવાઇ જાય છે.
વિશ્વસંચાલનનો મૂલાધાર
૯૧૨૫
)