________________
આ અને આવા અન્ય હેતુઓથી હાસ્યમોહનીય કર્મ બંધાય છે.
૫) રતિમોહનીય –
(i) દેશ વગેરે જોવાની ઉત્સુકતા. (i) વિચિત્ર પ્રકારની કામક્રીડા.
(ii) બીજાના ચિત્તનું આકર્ષણ કરવું.
આ અને આવા અન્ય હેતુઓથી રતિમોહનીય કર્મ બંધાય છે. ૬) અરતિમોહનીય—
(i) ઇર્ષ્યા.
(ii) પાપ કરવાનો સ્વભાવ.
(iii) બીજાની રતિનો નાશ કરવો.
(iv) ખરાબ કાર્યોમાં પ્રોત્સાહન કરવું.
આ અને આવા અન્ય હેતુઓથી અતિમોહનીય કર્મ બંધાય છે. ૭) ભયમોહનીય –
(i) સ્વયં ભય પામવો.
(ii) બીજાને બીવડાવવા.
(iii) બીજાને ત્રાસ આપવો.
(iv) નિર્દયતા.
આ અને આવા અન્ય હેતુઓથી ભયમોહનીય કર્મ બંધાય છે. ૮) શોકમોહનીય –
(i) સ્વયં શોક કરવો.
(ii) બીજાને શોક કરાવવો.
(ii) રડવું, માથુ ફુટવું, છાતી ફુટવી.
આ અને આવા અન્ય હેતુઓથી શોકમોહનીય કર્મ બંધાય છે. ૯) જુગુપ્સામોહનીય -
-
(i) ચતુર્વિધ સંઘની નિંદા કરવી.
(i) ચતુર્વિધ સંઘની જુગુપ્સા કરવી.
(ii) સદાચારની જુગુપ્સા કરવી.
આ અને આવા અન્ય હેતુઓથી જુગુપ્સામોહનીય કર્મ બંધાય છે.
વિશ્વસંચાલનનો મૂલાધાર
૬૩