________________
આવે છે. મા અને દીકરીની પરંપરા અનાદિ હોવા છતાં જો કોઇ દિકરી કુંવારિકાપણામાં જ મરી જાય કે દીક્ષા લઇ લે તો એ પરંપરાનો અંત આવે છે. તેમ કર્મથી કર્મ બંધાવાની પરંપરા અનાદિ હોવા છતાં વિશિષ્ટ ધર્મક્રિયા (ક્ષપકશ્રેણિ) થી બધા કર્મો સંપૂર્ણ રીતે ખપી જતા એ પરંપરાનો અંત આવે છે અને આત્માનો મોક્ષ થાય છે.
શંકાઃ સ્વભાવથી જ જગતમાં બધુ બને છે, માટે કર્મ માનવાનું શું કામ છે ?
સમાધાનઃ જો સ્વભાવથી જ જગતમાં બધુ બનતું હોય તો શશશૃંગ (સસલાનું સીંગડું) અને આકાશકુસુમ (આકાશમાં ઉગનારું ફૂલ) પણ સ્વભાવથી જ બનવા જોઇએ. પણ તે બનતા નથી. તેથી માત્ર સ્વભાવથી જ જગતમાં બધું બનતું નથી. જગતમાં બધુ બનવામાં અન્ય કો'ક કારણ અતિ મહત્ત્વનો ભાગ ભજવે છે, તે છે કર્મ..
શંકા સ્વર્ગ, નરક, સુખ, દુઃખ વગેરેનું કારણ ઈશ્વરને જ માનીએ તો કર્મને માનવાની શી જરૂર ?
સમાધાનઃ જો સ્વર્ગ, નરક, સુખ, દુઃખ વગેરેનું કારણ ઈશ્વરને માનીએ તો ઈશ્વરનું કારણ શું? ઈશ્વરને કોણે બનાવ્યો ? ઈશ્વરે જગત શેમાંથી બનાવ્યું? વગેરે પ્રશ્નો ઉભા થાય જેનો કોઇ સાચો જવાબ મળવો મુશ્કેલ છે. વળી દુઃખ અને નરકના સર્જકરૂપે ઈશ્વરને ક્રૂર, પક્ષપાતી વગેરે માનવાની આપત્તિ આવે છે. ઈશ્વર તો દયાળુ હોય. તે દુઃખ અને નરકનું સર્જન શા માટે કરે ? જો જીવોએ પૂર્વે કરેલા સારા કે ખરાબ કર્મોના ફળરૂપે ઈશ્વર તેમને સ્વર્ગ કે નરકમાં મોકલે છે, એમ માનીએ તો ઈશ્વરની સ્વતંત્રતા ક્યાં રહી ? એ પણ જીવોના કર્મમુજબ કાર્ય કરનારા થયા. જો કર્મ મુજબ જ બધુ થતું હોય તો ઈશ્વરને માનવાની જરૂર શું ?
હા
૮
»
જેની દષ્ટિએ કર્મવિજ્ઞાન....