________________
જ્યારે કોઇ વ્યક્તિ કે વસ્તુ તરફથી પ્રતિકૂળતા આવે છે. ત્યારે સિંહ જેવી દીર્ઘદૃષ્ટિવાળા જીવો લાંબુ વિચારે છે. તેઓ વિચારે છે કે, ‘આ વ્યક્તિ કે વસ્તુ તો માત્ર નિમિત્ત છે. તેમની પાસે આવું કાર્ય કરાવનાર તો મારા પોતાના કર્મો છે. એટલે હકીકતમાં વાંક વ્યક્તિ કે વસ્તુનો નથી પણ મારા કર્મોનો જ છે. મારે એ વ્યક્તિ કે વસ્તુને દૂર કરવાના નથી, પણ મારા કર્મોને જ દૂર ક૨વાના છે. મારા કર્મો દૂર થઇ જશે પછી મને કોઇ દુઃખી નહીં કરી શકે. વ્યક્તિ કે વસ્તુને દૂર કરીશ અને કર્મોની ઉપેક્ષા કરીશ, તો કર્મો બીજી રીતે મને દુ:ખી કરશે.' આમ વિચારી તે જીવો વ્યક્તિ કે વસ્તુની ઉપર પ્રહાર કરતા નથી, તેમની ઉપર દુર્ભાવ કરતા નથી કે તેમને દૂર કરવાના પ્રયત્નો કરતા નથી. તેઓ પોતાના કર્મોને દૂર કરવાના પ્રયત્નો કરે છે. કર્મોનો સંપૂર્ણપણે નાશ થઇ જતા તે જીવો કાયમ માટે સુખી થઇ જાય છે, તેમને કોઇ દુઃખી કરી શકતું નથી.
ટૂંકીઢષ્ટિવાળા જીવો ઉપરછલ્લુ કારણ જુએ છે. દીર્ઘદ્રષ્ટિવાળા જીવો મૂળ કારણ શોધે છે.
ઝાડને ઉ૫૨થી કાપવાથી તે ફરીથી ઊગે છે. જો તેને મૂળથી ઉખેડી નંખાય તો તે ફરી ઉગતું નથી. તેમ દુઃખો, પ્રતિકૂળતાઓ, આપત્તિઓ વગેરેના બાહ્ય નિમિત્તને દૂર કરાય તો તેમના મૂળ કારણ રૂપ કર્મ અકબંધ હોવાથી ફરીથી દુઃખો, પ્રતિકૂળતાઓ, આપત્તિઓ વગેરે આવ્યા જ કરવાના. જો મૂળ કારણરૂપ કર્મોને દૂર કરાય તો દુઃખો, પ્રતિકૂળતાઓ, આપત્તિઓ વગેરે આવતા કાયમ માટે બંધ થઇ જાય.
દવાઓ દ્વારા રોગને ઉપરછલ્લો દૂર કરાય તો તાત્કાલિક રાહત મળે છે, પણ ભવિષ્યમાં નિમિત્ત મળતા રોગ ફરી ઉથલો મારે છે અને પીડે છે. જો રોગને મૂળમાંથી કાઢી નંખાય તો કાયમ માટેની નિરાંત થઇ જાય. તેમ પ્રતિકૂળતાઓના બાહ્ય નિમિત્તો દૂર કરાય તો તાત્કાલિક રાહત મળે, પણ ભવિષ્યમાં નિમિત્ત મળતા કર્મોને લીધે ફરી પ્રતિકૂળતાઓ આવે છે. જો પ્રતિકૂળતાઓના મૂળકારણરૂપ કર્મો જ મૂળમાંથી કાઢી નંખાય તો કાયમ માટે પ્રતિકૂળતાઓ દૂર થઇ જાય.
પોસ્ટમેન ટપાલ આપે અને તેમાં ખરાબ લખ્યું હોય તો તેમાં પોસ્ટમેનનો
૧૫૨
જૈન દ્રષ્ટિએ કર્મવિજ્ઞાન...