________________
૮) અપૂર્વકરણ ગુણસ્થાનક : સ્થિતિઘાત, રસઘાત, ગુણશ્રેણિ, ગુણસંક્રમ અને અપૂર્વ સ્થિતિબંધ આ પાંચ અપૂર્વ વસ્તુઓ જ્યાં થાય છે, તે અપૂર્વકરણ ગુણસ્થાનક. આ ગુણસ્થાનકનો કાળ જઘન્યથી ૧ સમય અને ઉત્કૃષ્ટથી અંતર્મુહૂર્ત છે. પાંચ અપૂર્વ વસ્તુઓ આ પ્રમાણે છે–
(૧) સ્થિતિઘાત સત્તામાં રહેલા જ્ઞાનાવરણ વગેરે કર્મોની લાંબી સ્થિતિઓને ઘટાડીને અલ્પ કરવી તે.
(૨) રસઘાત સત્તામાં રહેલા જ્ઞાનાવરણ વગેરે કર્મોના તીવ્ર રસને ઘટાડીને અલ્પ કરવો તે.
-
-
(૩) ગુણશ્રેણિ – ઉ૫૨ની સ્થિતિમાંથી ઉતારેલા દલિકોને ઉદયસમયથી અંતર્મુહૂર્ત સુધીના સમયોમાં અસંખ્યગુણાના ક્રમે ગોઠવવા તે. (૪) અપૂર્વ સ્થિતિબંધ – વિશુદ્ધિના કારણે પૂર્વ પૂર્વ સ્થિતિબંધથી ઉત્તરોત્તર પલ્યોપમના સંખ્યાતમાં ભાગ ન્યુન પ્રમાણ સ્થિતિબંધ કરવો તે. ૮મા ગુણસ્થાનકથી ઉપશમશ્રેણિ કે ક્ષપકશ્રેણિની શરૂઆત થાય છે. અહીંથી માંડીને આગળના ગુણસ્થાનકો ઉપશમશ્રેણિ કે ક્ષેપકશ્રેણિમાં જ હોય છે.
૯) અનિવૃત્તિ બાદર સંપરાય ગુણસ્થાનક – ત્રણે કાળમાં આ ગુણસ્થાનકના વિવક્ષિત સમયે રહેલા જીવોની વિશુદ્ધિ સરખી હોય છે. આ ગુણસ્થાનકે રહેલા જીવને બાદર કષાયનો ઉદય હોય છે. આ ગુણસ્થાનકનો કાળ જઘન્યથી ૧ સમય અને ઉત્કૃષ્ટથી અંતર્મુહૂર્ત છે.
૧૦) સૂક્ષ્મસંપરાય ગુણસ્થાનક આ ગુણસ્થાનકે રહેલા જીવને માત્ર સૂક્ષ્મ લોભનો ઉદય હોય છે, તે સિવાયની મોહનીયની બધી પ્રકૃતિઓનો ક્ષય કે ઉપશમ થયો હોય છે. આ ગુણસ્થાનકનો કાળ જઘન્યથી ૧ સમય અને ઉત્કૃષ્ટથી અંતર્મુહૂર્ત છે. ૧૧)ઉપશાંત કષાય વીતરાગ છદ્મસ્થ ગુણસ્થાનક આ ગુણસ્થાનકે રહેલા જીવને મોહનીય કર્મ સર્વથા ઉપશાંત થયું હોવાથી વીતરાગપણું હોય છે, પણ જ્ઞાનાવરણ વગેરે કર્મના ઉદયથી છદ્મસ્થપણું પણ હોય છે. આ ગુણસ્થાનકેથી જીવ અવશ્ય પડે છે. આ ગુણસ્થાનકનો કાળ જઘન્યથી ૧ સમય અને ઉત્કૃષ્ટથી અંતર્મુહૂર્ત છે.
-
૮૪
જૈન દૃષ્ટિએ કર્મવિજ્ઞાન...