________________
દોષ મ દેજો કોઇને રે, કર્મ વિડંબનહાર
એક વ્યક્તિએ કૂતરાને પથ્થર માર્યો. પથ્થર કૂતરાને વાગ્યો. કૂતરાને પીડા થઇ. કૂતરાએ વિચાર્યું, ‘આ પથ્થરને લીધે મને પીડા થઇ.' એમ વિચારી તે પથ્થરને બચકા ભરવા લાગ્યો. કૂતરો ટૂંકી દૃષ્ટિવાળો હતો. તેણે એ ન વિચાર્યું કે, ‘પથ્થર તો માત્ર નિમિત્ત હતો, હકીકતમાં મને દુઃખી કરનાર તો પથ્થર ફેંકનાર હતો.’ થોડી વાર પછી પેલી વ્યક્તિએ ફ૨ી પથ્થર મારી કૂતરાને દુઃખી કર્યો. આમ કૂતરા ઉ૫૨ વારંવાર પથ્થરના પ્રહારો થતા રહ્યા. કૂતરાએ ટૂંકી દૃષ્ટિથી વિચારીને કાર્ય કર્યું, તેથી તે દુ:ખી થયો.
શિકારીએ સિંહને બાણ માર્યું. બાણ સિંહને વાગ્યું. તે લોહીલૂહાણ થયો. તેને ઘણી પીડા થઇ. સિંહે વિચાર્યું, ‘આ બાણ તો એક સાધન છે. આ બાણ ફેંક્યુ કોણે ? બાણ ફેંકનારે જ મને દુઃખી કર્યો છે.' આમ વિચારી તેણે આજુબાજુ નજર ફેરવી. દૂર છુપાયેલો શિકારી તેની નજર ચૂકવી ન શક્યો. સિંહે તરાપ મારી શિકારીને મારી નાંખ્યો. સિંહનો ઘા રુઝાઇ ગયો. ફરી તેની ઉપર બાણનો પ્રહાર ન થયો. સિંહે દીર્ઘદ્રષ્ટિથી વિચાર કરીને કાર્ય કર્યું તો સુખી થયો.
કર્મો જગતના જીવોને નિમિત્ત બનાવીને આપણને દુઃખી કરે છે. કોઇ નિંદા કરે છે, કોઇ મારે છે, કોઇ ગુસ્સો કરે છે એ બધાનું કારણ આપણા કર્મો છે. આપણા અશુભ કર્મો તેમની પાસે આવું કરાવે છે. એટલે આપણું ખરાબ કરનાર આપણા કર્મો જ છે. દુન્યવી વ્યક્તિઓ કે વસ્તુઓ તો એમાં માત્ર નિમિત્ત છે.
જ્યારે કોઇ વ્યક્તિ કે વસ્તુ તરફથી પ્રતિકૂળતા આવે છે ત્યારે કૂતરા જેવી ટૂંકી દૃષ્ટિવાળા જીવો તે વ્યક્તિ કે વસ્તુને દોષિત માની તેમની ઉપર પ્રહાર કરે છે, તેમની ઉપર દુર્ભાવ કરે છે કે તેમને દૂર કરવા પ્રયત્ન કરે છે. વ્યક્તિ કે વસ્તુ કદાચ દૂર થઇ જાય છે, પણ તેમની પાસે આવું કાર્ય કરાવનારા જીવના કર્મો તો એમ જ રહી જાય છે. તે કર્મો ભવિષ્યમાં ફરી તે જીવને બીજી રીતે દુઃખી કરે છે. તે જીવે વ્યક્તિ કે વસ્તુને દોષિત માનીને કરેલા પ્રહારોને લીધે નવા કર્મો પણ બંધાય છે. તે કર્મો પણ જીવને દુઃખી કરે છે. આમ ટૂંકીદૃષ્ટિવાળા જીવો વધુ ને વધુ દુ:ખી થાય છે.
વિશ્વસંચાલનનો મૂલાધાર
૧૫૧