________________
૫) આતપ નામકર્મ – જે કર્મના ઉદયથી જીવનું ઠંડુ શરીર ગરમ
પ્રકાશ આપે છે. સૂર્યના વિમાનરૂપે રહેલા બાદર પૃથ્વીકાયના જીવોને આતપ નામકર્મનો ઉદય હોય છે. અગ્નિમાં રહેલ તેઉકાયના જીવોને આતપ નામકર્મનો ઉદય નથી, પણ ઉષ્ણસ્પર્શ નામકર્મ અને ઉત્કૃષ્ટ રક્તવર્ણ નામકર્મનો ઉદય છે. તેથી તાપ આપે છે અને લાલ દેખાય છે. ઉદ્યોત નામકર્મ – જે કર્મના ઉદયથી જીવનું ઠંડું શરીર ઠંડો પ્રકાશ આપે છે. ચંદ્ર, તારા વગેરેના વિમાનોરૂપે રહેલા બાદરપૃથ્વીકાયના જીવો, રત્નો, ઔષધિઓ, આગિયા વગેરે જીવોને ઉદ્યોત
નામકર્મનો ઉમે હોય છે. ૭) નિર્માણ નામકર્મ – જેમ સુથાર બારી, બારણા વગેરેની રચના
ચોક્કસ સ્થાને કરે છે, તેમ જે કર્મના ઉદયથી અંગ, ઉપાંગ અને
અંગોપાંગની ચોક્કસ સ્થાને રચના થાય તે. ૮) તીર્થકર નામકર્મ – જે કર્મના ઉદયથી જીવને ત્રણ લોકને પૂજ્ય,
ઉત્તમોત્તમ ધર્મતીર્થનું પ્રવર્તક એવું તીર્થંકરપદ મળે તે. (ii) ત્ર-સ્થાવર દશકો - દસ કર્મપ્રકૃતિઓનો સમૂહ તે દશક. આવા બે
દશક છે-ત્રસ દશક અને સ્થાવર દશક. (a) ત્રણ દશક - જેમાં ત્રણ નામકર્મ પ્રથમ છે એવી દશ કર્યપ્રકૃતિઓનો
સમૂહ તે ત્રસદશક. તે દશ પ્રકૃતિઓ આ પ્રમાણે છે(૧) ત્રસનામકર્મ – જે કર્મના ઉદયથી જીવને ત્રસપણું મળે તે. તાપ વગેરે પીડા થવા પર પોતાની ઇચ્છા મુજબ એક સ્થાનથી બીજા સ્થાનમાં જઇ શકે તે ત્રસ. (૨) બાદર નામકર્મ – જે કર્મના ઉદયથી જીવને બાદરપણું મળે તે, એક કે બે કે સંખ્યાતા કે અસંખ્યાતા જીવોના શરીર ભેગા થાય ત્યારે આંખથી જોઇ શકાય તે બાદર. (૩) પર્યાપ્ત નામકર્મ – જે કર્મના ઉદયથી જીવ પોતાને યોગ્ય પર્યાપ્તિ પૂર્ણ કરવા સમર્થ બને છે. પર્યાપ્તિ એટલે પુગલોને ગ્રહણ કરવાની તથા પરિણાવવાની
શક્તિ. તે છ પ્રકારની છે. તે આ પ્રમાણેવિશ્વસંચાલનનો મૂલાધાર ૩૭ DD)