________________
૫) બંધન નામકર્મ ઃ જે કર્મના ઉદયથી પૂર્વે ગ્રહણ કરાયેલા પુદ્ગલોની સાથે
ગ્રહણ કરાતા પુગલોનો પરસ્પર સંબંધ થાય છે. જેમ લાખથી બે લાકડા જોડાય છે તેમ બંધન નામકર્મના ઉદયથી પૂર્વે ગ્રહણ કરાયેલા પુદ્ગલો સાથે નવા ગ્રહણ કરાતા પુદ્ગલો જોડાય છે. તેના પાંચ પ્રકાર છે. તે આ પ્રમાણે(a) ઓદારિક બંધન નામકર્મ – જે કર્મના ઉદયથી પૂર્વગૃહીત (પૂર્વે ગ્રહણ
કરાયેલા) દારિક પુદ્ગલોની સાથે ગૃહ્યમાણ (વર્તમાનમાં ગ્રહણ
કરાતા) દારિક પુદ્ગલોનો સંબંધ થાય તે. (b) વૈક્રિય બંધન નામકર્મ - જે કર્મના ઉદયથી પૂર્વગૃહીત વૈક્રિય પુદ્ગલોની
સાથે ગૃહ્યમાણ વૈક્રિય પુદ્ગલોનો સંબંધ થાય તે. (c) આહારક બંધન નામકર્મ :- જે કર્મના ઉદયથી પૂર્વગૃહીત આહારક
પુદ્ગલોની સાથે ગૃહ્યમાણ આહારક પુગલોનો સંબંધ થાય તે. (4) તેજસ બંધન નામકર્મ - જે કર્મના ઉદયથી પૂર્વગૃહીત તેજસ પુગલોની
સાથે ગૃહ્યમાણ તેજસ પુદ્ગલોનો સંબંધ થાય તે. (e) કાર્પણ બંધન નામકર્મ – જે કર્મના ઉદયથી પૂર્વગૃહીત કાર્મણ પુદ્ગલોની
સાથે ગૃહ્યમાણ કાર્મણ પુગલોનો સંબંધ થાય તે.
મતાંતરે બંધન નામકર્મના પંદર ભેદ છે. તે આ પ્રમાણે – ૧) દારિક દારિક બંધન નામકર્મઃ જે કર્મના ઉદયથી પૂર્વગૃહીત
દારિક પુદ્ગલોની સાથે ઓદારિક પુદ્ગલોનો સંબંધ થાય તે. ૨) ઓદારિક તેજસ બંધન નામકર્મઃ જે કર્મના ઉદયથી ગૃહીત કે ગૃહ્યુમાણ
દારિક પુદ્ગલોની સાથે ગૃહીત કે ગૃહ્યમાણ તેજસ પુગલોનો સંબંધ થાય તે. ૩) દારિક કાર્પણ બંધન નામકર્મઃ જે કર્મના ઉદયથી ગૃહીત કે ગૃહ્યમાણ
દારિક પુદ્ગલોની સાથે ગૃહીત કે ગૃહ્યમાણ કાર્મણ પુદ્ગલોનો સંબંધ થાય તે. ૪) દારિક તેજસ કાર્પણ બંધન નામકર્મ ઃ જે કર્મના ઉદયથી ગૃહીત કે
ગૃહ્યમાણ ઔદારિક, તેજસ અને કાર્મણ પુદ્ગલોનો પરસ્પર સંબંધ
થાય તે. ૫) વૈક્રિય વૈક્રિય બંધન નામકર્મ ઃ જે કર્મના ઉદયથી પૂર્વગૃહીત વૈક્રિય
પુદ્ગલોની સાથે ગૃહ્યમાણ વૈક્રિય પુદ્ગલોનો સંબંધ થાય તે. વિશ્વસંચાલનનો મૂલાધાર ૭ ૨૯ )