________________
૪. ધર્મેન્દ્રની બે વર્ષની સજા એક વર્ષની થઇ. તેમ અપવર્તનાકરણથી કર્મોના
સ્થિતિ અને રસ ઘટે છે. નરેન્દ્રને મોડી થનારી સજા વહેલી થઇ. તેમ ઉદીરણાકરણથી મોડા ઉદયમાં આવનારા કર્મો વહેલા ઉદયમાં આવે છે. મહેન્દ્રને બે વર્ષની જેલની સજામાં છ મહિના પેરોલ પર જવાની છૂટ આપી. તે છ મહિના તેણે સજા ન ભોગવી હોવા છતા તે છ મહિના સજામાં ગણાઇ ગયા. તેમ ઉપશમનાકરણથી કર્મનું ફળ ભોગવ્યા વિના
તેનો અમુક કાળ પસાર થઇ જાય છે. ૭. સુરેન્દ્રની સજામાં મુદતની વધ-ઘટ સિવાય કોઇ ફેરફારને અવકાશ ન
રહ્યો, તેમ નિધત્તિકરણના કારણે કર્મોના સ્થિતિ અને રસમાં વધ-ઘટ
સિવાય કોઇ ફેરફાર ન થાય. ૮. રાજેન્દ્રની સજામાં કોઇ ફેરફાર ન થયો. તેમ નિકાચનાકરણના કારણે કર્મોમાં કોઇ ફેરફાર થતા નથી.
આ આઠે કરણો આપણને જુદા જુદા સંદેશા આપે છે. તે આ પ્રમાણે૧. બંધનકરણ આપણને સંકેત આપે છે કે કર્મ બાંધતા પહેલા ખૂબ વિચાર
કરવો. અજ્ઞાનદશામાં બંધાયેલા કર્મોનો જ્યારે ઉદય થાય છે, ત્યારે તે જીવનમાં મોટી મોટી હોનારતો સર્જી દે છે. સંક્રમકરણ આપણને શિખામણ આપે છે કે સતત શુભ ભાવમાં રમો. કેમકે આપણા શુભ-અશુભ ભાવને આધારે શુભ-અશુભ કર્મનો બંધ થાય છે, એટલું જ નહીં પણ સત્તાગત અશુભ-શુભ કર્મોનો સંક્રમ પણ બંધાતા કર્મમાં થાય છે. જો આપણે અશુભ ભાવમાં રમતા હોઇએ તો નવા અશુભ કર્મ બંધાય, એટલું જ નહી પણ સત્તાગત શુભકર્મ પણ અશુભકર્મરૂપે સંક્રમી જાય. જો આપણે શુભભાવમાં રમતા હોઇએ તો નવા શુભકર્મ બંધાય અને સત્તાગત અશુભકર્મ પણ શુભકર્મરૂપે સંક્રમી જાય. આમ શુભભાવમાં રહેવામાં ડબલ લાભ છે અને અશુભભાવમાં રમવામાં બમણું નુકસાન છે. માટે સતત શુભભાવમાં રહેવું. ઉદ્વર્તનાકરણ આપણને સલાહ આપે છે કે કર્મ બંધાયા પછી એના સ્થિતિ અને રસ વધી શકે છે. તીવ્ર ભાવોથી અને અનુમોદનાથી સ્થિતિ અને રસ વધે છે. અશુભકર્મ બાંધ્યા પછી તેના સ્થિતિ અને રસ વધી ન જાય એની કાળજી રાખવી. તે માટે તીવ્ર અશુભ ભાવોથી અને પાપની
૧૧૪
જેન દષ્ટિએ કર્મવિજ્ઞાન....