________________
(a) નરકાનુપૂર્વી નામકર્મ :- જે કર્મના ઉદયથી વક્રગતિથી નરકગતિમાં જતા જીવની આકાશપ્રદેશની શ્રેણિ અનુસાર ગતિ થાય તે.
(b) તિર્યંચાનુપૂર્વી નામકર્મ :- જે કર્મના ઉદયથી વક્રગતિથી તિર્યંચગતિમાં જતા જીવની આકાશપ્રદેશની શ્રેણિ અનુસાર ગતિ થાય તે. (c) મનુષ્યાનુપૂર્વી નામકર્મ :- જે કર્મના ઉદયથી વક્રગતિથી મનુષ્યગતિમાં જતા જીવની આકાશપ્રદેશની શ્રેણિ અનુસાર ગતિ થાય તે. (d) દેવાનુપૂર્વી નામકર્મ :- જે કર્મના ઉદયથી વક્રગતિથી દેવગતિમાં જતા જીવની આકાશપ્રદેશની શ્રેણિ અનુસાર ગતિ થાય તે.
૧૪) વિહાયોગતિ નામકર્મ : જે કર્મના ઉદયથી જીવને તેવી તેવી ચાલ મળે તે. તેના બે ભેદ છે. તે આ પ્રમાણે
(a) શુભ વિહાયોગતિ નામકર્મ :- જે કર્મના ઉદયથી જીવને હાથી, બળદ, હંસ વગેરેની જેમ સુંદર ચાલ મળે તે. (b) અશુભ વિહાયોગતિ નામકર્મ :વગેરેની જેમ ખરાબ ચાલ મળે તે.
જે કર્મના ઉદયથી જીવને ઉંટ, ગધેડા
આમ પિંડપ્રકૃતિના કુલ પેટા ભેદ = 4 + 5 + 5+3+15+5+6+
6+5+2+5+8+4+2 = 75.
(ii) પ્રત્યેક પ્રકૃતિ :– જે કર્મોના કોઇ પેટાભેદો નથી તે. તે આઠ છે. તે આ પ્રમાણે
૧) અગુરૂલઘુ નામકર્મ – જે કર્મના ઉદયથી જીવનું શરીર ગુરૂ (ભારે), લઘુ (હલકુ) કે ગુરૂલઘુ ન થાય, પણ ચાલવા વગેરેની પ્રવૃત્તિ કે થઇ શકે તેવું અગુરૂલઘુ પરિણામવાળું થાય તે.
૨) ઉપઘાત નામકર્મ – જે કર્મના ઉદયથી પડજીભ, ચૌરદંત, રસોળી વગેરે પોતાના જ અવયવોથી પોતે હણાય, અથવા ગળે ફાંસો ખાઇને, ખીણમાં ભૂસકો મારીને વગેરે દ્વારા આપઘાત કરે તે. ૩) પરાઘાત નામકર્મ – જે કર્મના ઉદયથી જીવ પોતાની પ્રતિભાથી બીજાને ક્ષોભ પમાડે.
૪) ઉચ્છવાસ નામકર્મ – જે કર્મના ઉદયથી જીવને શ્વાસોચ્છ્વાસ લબ્ધિ મળે તે.
૩૬
જૈન દૃષ્ટિએ કર્મવિજ્ઞાન...