________________
વચન પણ માન્ય ન થાય અને જીવ યોગ્ય હોવા છતાં તેને સત્કાર વગેરે ન મળે તે. (૧૦) અપયશ નામકર્મ – જે કર્મના ઉદયથી જીવનો મધ્યસ્થ માણસથી અપયશ થાય છે. આમ ત્રણ-સ્થાવર દશકોની કુલ કર્મપ્રકૃતિઓ = ૧૦+ ૧૦ = ૨૦ છે.
આમ નામકર્મના કુલ ઉત્તર ભેદો ૭૫ + ૮ + ૨૦ = ૧૦૩ છે. ૭) ગોત્રકર્મ ઃ જે કર્મના ઉદયથી જીવને ઊંચા-નીચા કુળમાં જન્મ મળે તે,
કુંભાર ઘીના તથા દારૂના ઘડા બનાવે છે તેમ ગોત્રકર્મ જીવને ઊંચા નીચા કુળમાં જન્મ આપે છે. તેના બે ભેદ છે. તે આ પ્રમાણે(a) ઉચ્ચગોત્ર કર્મ :- જે કર્મના ઉદયથી જીવને લોકમાં પૂજા, આદર,
ગોરવ, સત્કાર મળે તેવા ઊંચા કુળમાં જન્મ મળે તે. (b) નીચગોત્ર કર્મ :- જે કર્મના ઉદયથી જીવને લોકમાં નિંદા થાય તેવા
નીચા કુળમાં જન્મ મળે તે. ૮) અંતરાય કર્મ ઃ જે કર્મ જીવને દાન, લાભ, ભોગ, ઉપભોગ અને શક્તિ
ફોરવવાથી અટકાવે છે. તે જીવના અનંતશક્તિ નામના ગુણને ઢાંકે છે. તે ખજાનચી જેવું છે. ખજાનચી રાજાને પૈસા વાપરતા અટકાવે છે. તેમ અંતરાયકર્મ જીવને દાન વગેરે કરતા અટકાવે છે. તેના પાંચ ભેદ છે. તે આ પ્રમાણે(a) દાનાંતરાય કર્મ - જે કર્મના ઉદયથી દાનની સામગ્રી હોય, ગુણવાન
પાત્ર મળે, દાનનું ફળ જાણે છતાં દાન ન આપી શકે તે. (b) લાભાંતરાય કર્મ :- જે કર્મના ઉદયથી દાતા ઉદાર હોય, દેય વસ્તુ
પણ હોય, યાચક યાચનામાં કુશળ હોય છતાં મેળવી ન શકે તે. (C) ભોગાંતરાય કર્મ – જે કર્મના ઉદયથી આહાર વગેરે ભોગની વસ્તુઓ
હોય, પોતે વિરતિ વિનાનો હોય તે પણ ભોગવી ન શકે છે. જે એક જ વાર ભોગવાય તે ભોગ દા.ત. આહાર વગેરે. જે વારંવાર ભોગવાય તે
ઉપભોગ. દા.ત. વસ્ત્ર, અલંકાર વગેરે. (d) ઉપભોગાંતરાય કર્મ :- જે કર્મના ઉદયથી વસ્ત્ર, ઘરેણા વગેરે
ઉપભોગની સામગ્રી હોવા છતાં તેનો ઉપભોગ ન કરી શકે તે.
હજુ ૪૦
) જેની દષ્ટિએ કર્મવિજ્ઞાન.